અતિભારે વરસાદના પગલે રાંદેર – સિંગણપોર ક્રોઝવે વાહનવ્યવહાર માટે બંધ કરાયો

SHARE:

અતિભારે વરસાદના પગલે રાંદેર – સિંગણપોર ક્રોઝવે વાહનવ્યવહાર માટે બંધ કરાયો

પાલિકા કમિશનર દ્વારા ICCC ખાતેથી પરિસ્થિતિનું સતત મોનીટરીંગ


સુરત શહેર સહિત ઉપરવાસમાં ગઈકાલ રાતથી થઈ રહેલા અવિરત વરસાદને પગલે રાંદેર અને સિંગણપોરને જોડતો વિયરકમ કોઝવે ઓવરફ્લો થયો છે. પાણીનું સ્તર ૬ ફૂટની સપાટીએ પહોંચતા હાલ કોઝવે વાહનવ્યવહાર માટે મહાનગર પાલિકા દ્વારા બંધ કરાયો છે. શહેરમાં સતત વરસાદને કારણે SMC કમિશ્નરશ્રી શાલિની અગ્રવાલ દ્વારા ICCC(ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર) ખાતેથી સતત મોનીટરીંગ કરાઇ રહ્યું છે. તેમજ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!