મહુવા અને અંબિકામાં વરસાદે સર્જ્યું નુકસાન: બે કાચા-જૂના મકાનોને નુકસાન
સુરત જિલ્લામાં વરસી રહેલા વરસાદ વચ્ચે મહુવા અને અંબિકા તાલુકામાં મિલકતને નુકસાન થયાની બે ઘટનાઓ સામે આવી છે.
મહુવા તાલુકાના ફુલવાડી ગામે વરસાદ અને પવનના કારણે સુરેશભાઈ પટેલના કાચા મકાનના છાપરાનો પાછળનો ભાગ તૂટી પડ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
બીજી તરફ અંબિકા તાલુકાના બામણીયા ગામે સતત વરસાદના કારણે સુમનભાઈના જૂના મકાનનો એક તરફનો ભાગ ધરાશાયી થયો હતો. ઘટનાને પગલે સ્થાનિકોમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો.
સત્તાવાર માહિતી મુજબ બંને ઘટનાઓમાં માત્ર મિલકતને નુકસાન થયું છે અને કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ પ્રાપ્ત થયા નથી. સ્થાનિક તંત્ર દ્વારા નુકસાન અંગે જરૂરી નોંધ લેવામાં આવી રહી છે.



