ભારે વરસાદના કારણે સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન જતી અને આવતી તમામ એસ.ટી. બસ સેવાઓ બંધ કરવામાં આવી

SHARE:

ભારે વરસાદના કારણે સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન જતી અને આવતી તમામ એસ.ટી. બસ સેવાઓ બંધ કરવામાં આવી
——
સુરત એસ.ટી.વિભાગ દ્વારા ૨૦૦ ટ્રીપ હાલ કેન્સલ કરાઈ
——-
 સુરત:સોમવાર: આજે સુરત શહેર-જિલ્લામાં ભારે વરસાદને કારણે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC)- સુરત ડિવિઝન દ્વારા સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન જતી અને આવતી તમામ એસ.ટી. બસ સેવાઓ બંધ કરવામાં આવી છે. ડ્રાઈવરોને તેમના રૂટ બંધ કરવા અને તેમના વાહનો સાથે નજીકના સલામત સ્થળોએ જવાની તેમજ પાણી ભરાયેલા વિસ્તારોમાં કોઈ બસો ન લઇ જવા, કામરેજ અને કડોદરાથી સુરત શહેરમાં પ્રવેશતી બસોને સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન બાયપાસ કરવાની સૂચના આપવામાં આવી છે. અંદાજિત સુરત વિભાગની તેમજ અન્ય વિભાગોની ૨૦૦ ટ્રીપ હાલ કેન્સલ કરાઈ છે. એસ.ટી.વિભાગીય કચેરી ખાતે કંટ્રોલ રૂમ ૨૪ કલાક કાર્યરત છે એમ GSRTC- સુરતના વિભાગીય નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.
-૦૦-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!