ધો.૧૦માં અભ્યાસ કરતો દક્ષ પંડ્યા છેલ્લા ૬ વર્ષથી નિયમિત એક કલાક યોગ અને ધ્યાન કરે છે

SHARE:

સુરતના સરસાણા ખાતે ૧૧માં વિશ્વ યોગ દિવસની ઉજવણી

ધો.૧૦માં અભ્યાસ કરતો દક્ષ પંડ્યા છેલ્લા ૬ વર્ષથી નિયમિત એક કલાક યોગ અને ધ્યાન કરે છે

મમ્મી યોગ શિક્ષક હોવાથી તેની પ્રેરણાથી યોગ શરૂ કર્યા હતા
સુરતના સરસાણા ખાતે કરાયેલી જિલ્લા કક્ષાના યોગદિવસની ઉજવણીમાં સહભાગી થયેલા શ્રી શ્રી રવિશંકર શાળાના ધો.૧૦માં અભ્યાસ કરતો દક્ષ પંડ્યા તેની સાથેના દરેક બાળકોને નિયમિત યોગ કરવા સલાહ આપે છે. દક્ષના માતા યોગ શિક્ષક હોવાથી તે પણ છેલ્લા ૬ વર્ષથી નિયમિત યોગ અને ધ્યાન કરે છે. તે કહે છે કે, યોગ કરવાથી મને દિવસભર શારીરિક સ્ફૂર્તિનો અનુભવ થાય છે. તબિયત પણ સારી રહે છે. યોગના કારણે અભ્યાસમાં પણ મન પ્રફુલ્લીત રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!