મહુવાના દેદવાસણ ગ્રામ પંચાયત ના મહિલા સરપંચ નો સસ્પેન્સન હુકમ રદ.
2023 ના વર્ષમાં દેદવાસણ ગ્રામ પંચાયત વિસ્તારમાં વૃક્ષો કાપીને લઈ જવા બાબતની જાહેરાત આપવાનું નક્કી થયું હતું.બહોળી પ્રસિધ્ધિ ધરાવતા અખબારો માં જાહેરાત પ્રસિધ્ધ કરવાના બદલે માત્ર બે દિવસની ટૂંકી કાર્યવાહી કરી યાહ્યા મુસા રાવત નામના વેપારી ને હરાજી માં રૂ.25.50 લાખ જમાં કરી વૃક્ષો કાપવાનો ઈજારો મંજૂર કરાયો હતો.ગ્રામ પંચાયત માં આ બાબત નો ઠરાવ પણ કરાયો હતો. આ દરમ્યાન તા.5 એપ્રિલ 2023 અને 10 ઓક્ટોબર 2024 ના દિવસો દરમ્યાન ગામના માજી સરપંચ ગોકુળ ભાનું પટેલ અને અન્યોએ જીલ્લા સ્તરે ફરિયાદ કરતા વૃક્ષ કાપવાના ઇજારા બાબતે ઠરાવ મુજબ ની પૂરી રકમ વસૂલ કરવાને બદલે વેપારી યાહ્યા રાવત દ્વારા માત્ર રૂ.6.50 લાખ ભરી વૃક્ષો કાપ્યા હોવાનું જણાવ્યું હતું.વધુ માં વેપારીએ નક્કી કરેલા વૃક્ષો કરતા વધારે વૃક્ષો કાપ્યા હોવાનું જણાવ્યું હતું. ફરિયાદી પક્ષ દ્વારા સાબિતી સ્વરૂપે વૃક્ષ છેદન ના ફોટા પણ દર્શાવ્યા હતા.
ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 57(1) મુજબ કાર્યવાહી કરતા સરપંચ કલ્પનાબેન ગરાસીયા ને ફરજો અને કાર્યો માં કસુર બદલ કારણ દર્શક નોટિસ પણ આપાઈ હતી.સરપંચે જવાબ માં પોતાને બદનામ કરવાનું કાવતરું ગણાવી ટેન્ડર માં ઓફસેટ વેલ્યુ કરતા વધારે રકમ જમા લીધી હોવાનું જણાવ્યું હતું. ઠરાવ બાબતે સરપંચ એકલા ને જવાબદાર ના ગણી શકાય મુજબ જણાવતા તેમણે આરોપ નકાર્યો હતો. જોકે હરાજી ની શરત નં.12 મુજબ 25.50 લાખ ભર્યા પછી જ વૃક્ષો કાપવા મુજબ ઠરાવ થયો હતો.વિવિધ સુનાવણી દરમ્યાન ઠરાવો નો અમલ કરવાની જવાબદારી સરપંચની જણાવતા અને સરપંચ દ્વારા કોઈ પણ પોલીસ કે કોર્ટ ફરિયાદ કરવામાં કસુર તથા જાહેરાત પ્રસિધ્ધિ માં સ્પર્ધાત્મક હરીફાઈ નો લાભ ના મળતા સ્વભંડોળ માં નાણાકીય નુકશાન બાબતે સરપંચ કલ્પનાબેન ગરાસીયાને કસુરવાર ઠેરવતા ડીડીઓ શિવાની ગોયલ દ્વારા કલ્પના ગરાસિયા ને સરપંચ પદ ઉપર થી સસ્પેન્ડ કરતો હુકમ જારી થતા ભારે ચકચાર મચી હતી. જો કે હરાજી પ્રક્રિયા દ્વારા બોલી લગાડનાર યાહ્યા મુસા રાવત નામના વેપારી એ માત્ર 6.50 લાખ જમા કરાવી વૃક્ષો કાપવાની કામગીરી શરૂ કરી હતી. હરાજી ની બાકીની રકમ વસૂલ કરવાની જવાબદારી તલાટી કમ મંત્રી ની હોવા છતાં અદાવત રાખી ગંભીર ચૂક કરતા મહિલા સરપંચ ને જવાબદાર ઠેરવી ખોટી ફરિયાદ કરાઈ હતી. મહિલા સરપંચે વધુ માં જણાવ્યું હતું કે વિસ્તરણ અધિકારી ની હાજરી માં માર્કિગ કરેલ 300 વૃક્ષો પૈકી માત્ર 150 વૃક્ષો કાપવાનું નક્કી થયું હતું. તેમ છતાં 3600 વૃક્ષો કપાયા હતા. હરાજી ની શરતો નું પાલન કરાવવાની જવાબદારી તલાટી કમ મંત્રી ની હોવા છતા પોતાને ખોટી રીતે સસ્પેન્ડ કરાયા હોવાની વિવિધ સાબિતીઓ સાથેની રજૂઆત ગ્રાહ્ય રાખતા નાયબ વિકાસ કમિશ્નર,ગાંધીનગર દ્વારા જિલ્લા વિકાસ અધિકારી ના હુકમ રદ કરી મહિલા સરપંચ કલ્પના ગરાસિયા ને પુનઃ સત્તારૂઢ કરતો હુકમ કરાયો હતો.






