૨૪મી જૂને ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’માં વર્ગ-૧ના અધિકારીઓ હાજર રહેશેઃ
૨૬મીએ સુરત ‘જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ’ યોજાશે:
આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારે દર મહિનાની તા.૧૦મી સુધીમાં અરજી મોકલી આપવીઃ
લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ અરજદાર વ્યકિતગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર, નિતિવિષયક અને સર્વિસ મેટર સિવાયના કામોનો નિકાલ સંબંધિત કચેરીમાં થતો ન હોય તો તેવા કામોનો નિકાલ આ કાર્યક્રમમાં કરવામાં આવશે. જે મુજબ જૂન મહિનાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ ૨૪મીએ અને તા.૨૬મી જૂનના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે. તા.૨૪મીના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે સૂરત જિલ્લા કલેક્ટરશ્રી કોઈ પણ એક તાલુકામાં ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમના ભાગરૂપે તા.૨૫મીના રોજ સવારે ૧૧.૦૦ વાગે આ અધિકારીઓ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જે તે તાલુકાની માંમલતદાર કચેરીઓ ખાતે ઉપસ્થિત રહેશે. અડાજણ તાલુકામાં પોલીસ કમિશનરશ્રી, ઉધના તાલુકા મામલતદાર કચેરી ખાતે મુખ્ય કારોબારી અધિકારી, મજુરા મામલતદાર કચેરી ખાતે સુરત ગ્રામ્યના પોલીસ અધિક્ષક, ચોર્યાસી તાલુકામાં નાયબ કલેકટર સ્ટેમ્પ ડયુટી વિભાગ-૧, બારડોલી તાલુકામાં નાયબ કલેક્ટર બારડોલી પ્રાંત અધિકારી, અબ્રામા તાલુકામાં નાયબ કલેક્ટરશ્રી સીટીપ્રાંત (ઉત્તર), માંડવી તાલુકામાં નાયબ કલેક્ટર માંડવી પ્રાંત અધિકારી, ઉમરપાડા તાલુકામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી(વિકાસ), પલસાણા તાલુકામાં જિલ્લા પુરવઠા અધિકારી, મહુવા તાલુકામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી(પંચાયત), માંગરોળ તાલુકામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી(મહેસૂલ), કતારગામમાં નાયબ કલેકટર સ્ટેમ્પ ડયુટી વિભાગ-૨, પુણામાં નાયબ કલેક્ટરશ્રી, સીટીપ્રાંત દક્ષિણ, ઓલપાડ તાલુકામાં નાયબ કલેકટરશ્રી ઓલપાડ પ્રાંતશ્રી, કામરેજ તાલુકામાં નાયબ કલેકટર કામરેજ પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ જે તે તાલુકાની મામલતદાર કચેરીઓમાં ઉપસ્થિત રહેશે.
શહેરીજનો, ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્નો/રજુઆતો અંગેની અરજી સરનામા તથા કોન્ટેક નંબર સાથે મારી અરજી તાલુકા સ્વાગતમાં લેવી તેવા મથાળા સાથે ગામના તલાટીને સંબોધીને દર મહિનાની તા.૧૦મી સુધી આપવાની રહેશે. જેનો જે તે તાલુકામાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે. જયારે જિલ્લા કક્ષાના નિકાલ કરવાના કામ માટેની અરજી જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં મોકલી આપવી તેમ જિલ્લા કલેકટરશ્રીની યાદીમાં જણાવાયું છે.






