વડીયા ડુંગરી નળધરા ખાતે સંવિધાન બચાવો જન સંપર્ક યાત્રા પહોંચી.
સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ મહુવામાં કોંગ્રેસની “સંવિધાન બચાવો જન સંપર્ક યાત્રા ” નો પ્રારંભ થઈ ગયો છે જે કોંગ્રેસ ની આ યાત્રા 17 દિવસ સુધી તાલુકાના ગામોમાં ફરશે અને જનસંપર્ક કરશે. મહુવા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત જિલ્લાના મહુવા તાલુકાના બોરીયા ગામ ખાતે થી “સંવિધાન બચાવો જન સંપર્ક યાત્રા ” ની શરૂઆત કરવામાં આવેલ હતી.આ સંવિધાન બચાવો જન સંપર્ક યાત્રા આજરોજ મહુવા તાલુકાના વડીયા નળધરા,ડુંગરી ગામમાં ફરી હતી.જેમાં કોંગ્રેસ કાર્યકર્તા ઓ આગેવાનો સવારથી જ યાત્રામાં જોડાયા હતા.






