નવી સિવિલ હોસ્પિટલ ખાતે તબીબી, મેડિકલ અને નર્સિંગ સ્ટાફે પહલગામમાં આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી
જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકી હુમલામાં મૃત્યૃ પામેલા પર્યટકોના આત્માને શાંતિ માટે શહેરભરમાં ઠેર ઠેર પ્રાર્થના સભા યોજાઈ રહી છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ કોલેજના ડીન ડો.જયેશ બ્રહ્મભટ્ટ, સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ધારિત્રી પરમાર, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ડો.ઈકબાલ કડીવાલા, ડો.લક્ષ્મણ ટહેલાની, નર્સિંગ એસો.ના નિલેશ લાઠીયા, અશ્વિન પંડયા, વિરેન પટેલ, વિભોર ચુગ, નર્સિંગ સુપ્રિ., હેડ નર્સ, સ્ટાફગણે મૃતકોના આત્માની શાંતિ માટે બે મિનિટ મૌન પાળી પ્રાર્થના કરી હતી. સૌએ ભયાનક આતંકી કૃત્યનો વિરોધ કરવાની સાથે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.




