Traffic Tail

ભૂસ્તર વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડ ટીમે મહુવા તાલુકામાં ગેરકાયદેસર માટી ખનન ઝડપ્યું.

SHARE:

ભૂસ્તર વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડ ટીમે મહુવા તાલુકામાં ગેરકાયદેસર માટી ખનન ઝડપ્યું.

માટી ભરેલી ૧ હાઈવા ટ્રક અને જે.સી.બી મળી ૫૦ લાખથી વધુનો જથ્થો જપ્ત કરાયો


સુરત જિલ્લાના મહુવા તાલુકામાં માટી ખનન પુરજોશમાં ચાલતું હોવાની બાતમી સાથે આજે ભૂસ્તર વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડ મહુવા તાલુકાના ઓંડચ મુકામે ત્રાટકી હતી.

ઓંડચ મુકામે માટી ખનનની તપાસ દરમિયાન પૂર્ણાં નદી નજીક માટી ખનન કરતું એક જે.સી.બી નં. જી.જી.૧૯.એ.એમ.૦૦૩૪ ઝડપાયું હતું. વધુ તપાસ દરમિયાન ફ્લાઈંગ સ્ક્વોડ ટીમ ને મહુવાના બસસ્ટેન્ડ નજીકથી પસાર થતી ૧ માટી ભરેલી હાઈવા ટ્રક નં. જી.જી.૧૭.એક્સ.એક્સ.૨૧૩૯ જોવા મળી હતી. ટ્રકનો ચાલક ટ્રક મૂકીને સિગારેટ પીવા ગયો હતો. જે પરત આવતા તેની પૂછપરછ દરમિયાન ટ્રકમાં ભરેલી માટી બાબતના કોઈ કાયદેસરના પુરાવા મળી શક્યા નહોતા ભૂસ્તર વિભાગે માટી ભરેલી હાઈવા ટ્રક કિંમત રૂ.૩૫ લાખ તથા જે.સી.બી આશરે કિંમત રૂ.૨૦ લાખ મળી રૂ.૫૦ લાખથી વધુનો જથ્થો અટકાયતમાં લઈ બન્ને વાહનોને મહુવા પોલીસ મથકે જમા કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!