170 વિધાનસભા મત વિસ્તારનું ભારતીય જનતા પાર્ટીનું સક્રિયસભ્ય સંમેલન અસ્મિતા ભવન મહુવા ખાતે યોજાયું

ભાજપ સ્થાપના દિન અંતર્ગત 170 વિધાનસભા મહુવા વિધાનસભાના સક્રિય કાર્યકર્તાઓનું સંમેલન મહુવા વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ મહુવા તાલુકો,બારડોલી તાલુકો,વાલોડ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનું સક્રિયસભ્ય સંમેલન ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના અધ્યક્ષ સ્થાને અસ્મિતા ભવન, બ્રાહ્મણ સમાજની વાડી મહુવા ખાતે યોજાયું હતું.આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ,મહામંત્રી જીગર નાયક,કિશનભાઈ પટેલ,રાજેશભાઇ પટેલ વગેરે મહાનુભાવો તેમજ મહુવા 170 વિધાનસભાના તમામ તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તાલુકા સંગઠન ના પ્રમુખો સંગઠન ના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.




