“ઇદ-એ-મિલાદ” તહેવાર નિમિત્તે ઝુલુસ સંબધે પો.કમિ.એ એક જાહેરનામા દ્વારા જરૂરી પ્રતિબંધો ફરમાવ્યા.
આગામી તા. ૨૮/૦૯/૨૦૨૩ ના રોજ મુસ્લીમ સંપ્રદાયનો ધાર્મિક તહેવાર “ઇદ-એ-મિલાદ” ઉજવવામાં આવનાર છે. આ તહેવાર નિમિતે સુરત શહેરમાં મુસ્લીમ બિરાદરો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે સરકારની ગાઇડ લાઇન મુજબ ઉજવણી કરવામાં આવનાર છે. જેથી મુસ્લીમ સમુદાયના આગેવાનો ઝુલુસના આયોજકો દ્વારા ઝુલુસ અલગ-અલગ પો.સ્ટે.વિસ્તારના, વિસ્તારમાંજ રૂટ બનાવી અલગ-અલગ સમયે નિકળનાર હોય અને એજ પો.સ્ટે.વિસ્તારમાં પૂર્ણ થનાર છે. આ તહેવાર દરમિયાન કોમી એક્તા, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમરે એક જાહેરનામા દ્વારા જરૂરી પ્રતિબંધો ફરમાવ્યા છે. જાહેરનામા અનુસાર “ઇદ-એ-મિલાદ”ના ઝુલુસમાં વાહન તરીકે ભારે વાહનો, ટ્રક, જેવા વાહનોનો ઉપયોગ કરવો નહી. ઝુલુસમાં કોઇ ધર્મની લાગણી દુભાય તેવા સુત્રોચ્ચારો, ભાષણો, પોસ્ટર્સ કે અસભ્ય ગીતો ગાવા કે વગાડવા પર નહી. પાણી વહેંચવા માટે પાઉચનો ઉપયોગ કરવો નહી. પરવાનગી વિના ઇદ-એ-મિલાદ”નુ ઝુલુસ કાઢવું નહી. “ઇદ-એ-મિલાદ”નુ ઝુલુસ પોતાના પો.સ્ટેશન વિસ્તારમાં મંજુર થયેલ રૂટ સિવાયના વિસ્તારમાં કાઢવું નહી. જાહેરનામું તા.૨૭/૦૯/૨૦૨૩ થી તા.૩૦/૦૯/૨૦૨૩ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.


