Traffic Tail

ઘાસચારાની આડમાં લઈ જવાતો દારૂ સણવલ્લા ગામથી ઝડપાયો.

SHARE:

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ ઘાસચારાની આડમા ટ્રેક્ટરના ટ્રેલરમા વિદેશી દારૂનો જથ્થો સેલવાસ નરોલી થી ભરી સણવલ્લા ગામની સીમમાંથી પસાર થનાર હોવાની બાતમી જિલ્લા એલસીબીને મળી હતી.જે બાતમી આધારે જિલ્લા એલસીબીનો સ્ટાફ દ્વારા તા-18/09/2023ને સોમવારના રોજ રાત્રી દરમિયાન સણવલ્લા ગામની સીમમાં વોચમા બેઠા હતા.તે દરમિયાન બાતમી વાળુ ટ્રેક્ટર આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા ઘાસચારા નીચેથી મોટા પ્રમાણમા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ-1548 નંગ બોટલ કિંમત રૂ.2,89,200 તેમજ ટ્રેક્ટર ટ્રેલર કિંમત રૂ.3 લાખ અને રોકડ રકમ તેમજ મોબાઈલ મળી કુલ્લે 5,99,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રેકટર ચાલક જાલારામ બાબુલાલ બિશ્નનોય (હાલ રહે-સેલવાસ, નરોલી) મૂળ રહે-સેડવા,બાડમોર,રાજસ્થાન ની ધરપકડ કરી હતી.જ્યારે વિદેશી દારૂનો જથ્થો મોકલનાર મદનલાલ બિશ્નનોય (રહે-સેલવાસ,નરોલી) અને વિદેશી દારૂનો જથ્થો લેવા આવનાર અજાણ્યા ઈસમને વોન્ટેડ જાહેર કરી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!