જિલ્લા પંચાયતના અધિકારી-કર્મચારીઓ માટે માનસિક તણાવ વ્યવસ્થાપન પર સેમિનાર યોજાયો

SHARE:

જિલ્લા પંચાયતના અધિકારી-કર્મચારીઓ માટે માનસિક તણાવ વ્યવસ્થાપન પર સેમિનાર યોજાયો.

તણાવમુક્તિ માટે સ્વસ્થ જીવનશૈલી, શારીરિક-માનસિક કાળજી અને દિનચર્યા અંગે અપાયું માર્ગદર્શન
લોકોની રોજિંદી જીવનશૈલીમાં તણાવ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. આ તણાવ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી શકે છે, જેને અનુલક્ષીને જિલ્લા પંચાયતના અધિકારી-કર્મચારીઓ માટે તણાવ વ્યવસ્થાપન પર જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતિ શિવાની ગોયલના અધ્યક્ષસ્થાને સેમિનાર યોજાયો હતો.
સેમિનારમાં નિષ્ણાત વક્તા ડો.નિલેશ ઠાકોર (પ્રોફેસર,GMERS મેડિકલ કોલેજ ગાંધીનગર)એ તણાવ ઘટાડવા પર ઉપયોગી સમજ આપી હતી. DDO શિવાની ગોયલે પણ આ સેમિનારનો હેતુ સમજાવી સ્વસ્થ અને ટેન્શન-ફ્રી થઇ પોતાની દૈનિક કામગીરીને વધુ ઉર્જા અને નવીન ક્ષમતા સાથે નિભાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
તણાવના કારણો, શારીરિક અને માનસિક અસરો, તેમાંથી મુક્તિ મેળવવા સાથે તણાવ વ્યવસ્થાપનની વિવિધ તકનીકો, સ્વસ્થ જીવનશૈલી, શારીરિક-માનસિક કાળજી અને દિનચર્યા વગેરે વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. વધુમાં શ્રેષ્ઠ મેડિટેશન અને મનોવિજ્ઞાન પદ્ધતિઓને અનુસરી ઉપસ્થિત સૌને ૧૦ મિનીટ મેડિટેશન કરાવી પ્રત્યક્ષ પ્રાયોગિક બાબતો સમજાવી હતી.
-૦૦૦-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!