મહુવા તાલુકાના અનાવલ,કોષ સહિતના આજુબાજુના ગામોમાં સોમવારે રાત્રે 11:58 કલાક તેમજ 2 વાગ્યાની આસપાસ બે વાર અનુભવાયેલ ભૂકંપના ઝાટકાએ લોકોને ભયભીત કરી દીધા હતા.ભૂકંપના આંચકાની તીવ્રતાને લઈ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના અનાવલ,કોષ સહિતના આજુબાજુના ગામોમાં સોમવારે રાત્રે 11 વાગ્યે ને 58 મિનિટે ભૂકંપના આંચકાનો અનુભવાતા ગ્રામજનો ભયભીત બની ગયા હતા.ત્યારબાદ બે કલાક બાદ ફરી રાત્રીના 2 વાગ્યાની આસપાસ પણ વરસાદમા ધરા ધ્રુજતા ભયભીત બનેલ પરિવારજનો ઘર બહાર દોડી આવ્યા હતા.રાત્રી દરમિયાન અનુભવાયેલ આ ભૂકંપના હળવા આંચકાએ ગ્રામજનોની ઊંઘ હરામ કરી નાંખી હતી.હાલ આ ભૂકંપના અનુભવાયેલ હળવા આંચકા ટોક ઓફ ધ ટાઉન બન્યા છે.જોકે તાલુકામા આ ભૂકંપના આંચકાને લઈ કોઈ નુકસાની કે જાનહાનિની માહિતી મળી નથી જેને લઈ તંત્રએ રાહતનો દમ લિધો હતો.


