બુધલેશ્વર ગામની સીમમાં ટ્રકમાં અચાનક આગ ફાયરની ટીમે કાબુ મેળવ્યો.
મહુવા નવસારી રોડ પર એક હાઇવા ટ્રક G.J.21.W.6465 જેમાં કપચી ભરીને જઈ રહી હતી તે અરસામાં બુધલેશ્વર ગામની સીમમાં ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતું.આગની જ્વાળાએ એટલી વિશાળ હતી કે આગ પર કાબુ મેળવવો મુશ્કેલ હતો.ઘટના અંગે બારડોલી ફાયરની ટીમને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો.મહુવા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.હાલ તો ટ્રકમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ પ્રાથમિક જાણકારી મુજબ આ આગ શોટસર્કિટ ના કારણે લાગી હોવાનું જાણવા મળે છે.





