નહેરૂ યુવા કેન્દ્ર-સુરત(મેરા યુવા ભારત)ના ૧૧ યુવાનો છત્તીસગઢ ખાતે ‘આંતરરાજ્ય યુવા આદાન-પ્રદાન’ના કાર્યક્રમમાં જોડાયા

SHARE:

નહેરૂ યુવા કેન્દ્ર-સુરત(મેરા યુવા ભારત)ના ૧૧ યુવાનો છત્તીસગઢ ખાતે ‘આંતરરાજ્ય યુવા આદાન-પ્રદાન’ના કાર્યક્રમમાં જોડાયા
નહેરૂ યુવા કેન્દ્ર-સુરત/મેરા યુવા ભારત-સુરત (યુવા કાર્યક્રમ અને રમત-ગમત મંત્રાલય, ભારત સરકાર) ના ૧૧ જેટલા યુવાનો છત્તીસગઢના રાયપુર ખાતે ‘આંતરરાજ્ય યુવા આદાન-પ્રદાન’ કાર્યક્રમમાં સહભાગી થયા છે. આ યુવાનો તા.૨૪થી ૨૮ ફેબ્રુ. સુધી રાયપુરના આદાનપ્રદાન કાર્યક્રમમાં હાજરી આપશે. આ પાંચ દિવસ દરમિયાન તેઓ છત્તીસગઢના વિવિધ સ્થળોની મુલાકાત લેશે અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન કરશે. લીડરશીપ અને યુવા વિકાસ જેવા વિષયો પર ચર્ચા કરી વિકસિત ભારત માટે યોગદાન આપશે. NYK-સુરતના જિલ્લા યુવા અધિકારી સચિન શર્માએ યુવાનોને પ્રોત્સાહન પૂરૂ પાડ્યું હતું.
આ કાર્યક્રમમાં દેવીપૂજક મનોજભાઈ(ટીમ લીડર), નેન્સી પટેલ, ઋતુકુમારી પટેલ, મિલીકુમારી, સાહિલ પટેલ, હાર્દિક પટેલ, સાવન ચૌધરી, કુંદન ચૌધરી, વૈભવ વસાવા, અભય અને ચૌધરી મયુર પ્રતિભાગી થવા જઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!