આંબામાં મધિયો/હોપર અને થ્રીપ્સનો ઉપદ્રવ હોય તો કૃષિ નિષ્ણાંતો મુજબ દવાઓનો છંટકાવ કરવા અનુરોધ
સુરત જિલ્લામાં આંબાપાકની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો માટે ચિંતાજનક એવા આંબામાં મધિયો/હોપર અને થ્રીપ્સનો ઉપદ્રવ જોવા મળે તો બુફ્રોફેંજીન ૨૫% SC ૧૦૦૦ મી.લી. અથવા ડેલ્ટામેથ્રિન ૨.૮% EC ૫૦૦ મી.લી. અથવા ઈમીડાક્લોપ્રિડ ૧૭.૭ % SL ૪૦૦ મી.લી અથવા લેમડાસાયહેલોથ્રીન ૫% EC ૧૦૦૦ મી.લી અથવા ટોલ્ફેનપાયરાડ ૧૫% EC ૨૦૦૦ મી.લી. પ્રતિ ૧૦૦૦ લીટર મુજબ છંટકાવ કરવો તેમજ ભુકીછારાના નિયંત્રણ માટે ડિનોકેપ ૪૮% EC @ ૫૦૦ ગ્રામ અથવા હેક્ઝાઓનાઝોલ ૫% SC @ ૧૦૦૦ મી.લી. અથવા પેન્કોનાઝોલા ૧૦% EC @ ૫૦૦ મી.લી. અથવા વેટેબલ સલ્ફર ૮૦% WG ૨ કિ.ગ્રા પ્રતિ ૧૦૦૦ લીટર પાણી મુજબ છંટકાવ કરવાની ભલામણ છે. વધુ મહિતી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી-સુરત અથવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-સુરતનો સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયુ છે.





