નવી સિવિલ હોસ્પિટલ એટલે આરોગ્યમંદિર: ઓપરેશન થિયેટર શરૂ કરતા પહેલા કરાઈ સત્યનારાયણ ભગવાનની કથા
નવી સિવિલ ખાતે હેડ નર્સ અને રેસિડન્ટ તબીબો દ્વારા સત્યનારાયણ ભગવાનની પૂજા અર્ચના અને કથા શ્રવણ
નવી સિવિલ હોસ્પિટલમાં જૂની બિલ્ડિંગમાં કાર્યરત ઓપરેશન થિયેટરને કિડની બિલ્ડિંગ ખાતે સ્થાળાંતર કરી શરૂ કરતા પહેલા શ્રી સત્યનારાયણ ભગવાનની કથા યોજવામાં આવી હતી. શ્રી સત્યનારાયણ કથાના યજમાન પદે હેડ નર્સ અને રેસિડન્ટ તબીબોએ કથામાં પૂજા અર્ચના કરી હતી અને કથાનું શ્રવણ કર્યું હતું. ઓપરેશન થિયેટર શરૂ કરતા પહેલા હોસ્પિટલના સર્વ દર્દીઓ ઝડપથી સ્વસ્થ થાય તેવા શુભ આશયથી સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવી હતી.
આ પ્રસંગે તબીબ અધિક્ષક ડો.ધારિત્રી પરમાર, નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ, આરએમઓ ડો.કેતન નાયક, સર્જરી વિભાગના બીનાબેન વૈદ્ય, એનેસ્થેસિયાના ડો.નીતાબેન સહિત તબીબો, નર્સિંગ સ્ટાફ, સફાઈકર્મીઓએ ઉપસ્થિત રહીને કથા શ્રવણનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.





