સાગબારા તાલુકાની મહિલા સરપંચોએ કાછલ ગામની મુલાકાત લીધી

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના મહિલા સરપંચો, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ, સખીમંડળની ૩૦ થી વધુ બહેનોએ મહુવા તાલુકાના કાછલ ગામની પ્રેરણાત્મક મુલાકાત લીધી હતી. નવજીવન મહિલા વિકાસ મંચ અને આગાખાન સંસ્થાના સહયોગથી સાગબારા તાલુકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ આજે મહિલા સમરસ ગ્રામ પંચાયત કાછલની મુલાકાત લીધી હતી જ્યાં કાછલ ગામના સરપંચશ્રી કલ્પનાબેન ચૌધરી ઉપ-સરપંચશ્રી ભાવનાબેન ચૌધરી તેમજ ગ્રામપંચાયતના સભ્યશ્રીઓ અને ગ્રામજનોને પરંપરાગત વાજિંત્રો સાથે પધારેલ સૌ મહેમાનોનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. ગ્રામ પંચાયત કચેરી કાછલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સાગબારા તાલુકાના મહિલા પ્રતિનિધિઓ અને કાછલ ગ્રામ પંચાયતની મહિલા સમરસ પ્રતિનિધિઓ વચ્ચે ગ્રામ વિકાસમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ અંગે સંવાદ થયો હતો જ્યાં બંને સંસ્થાઓની મહિલા જન પ્રતિનિધિઓ પોત
પોતાના વિચારો રજૂ કર્યા હતા આ કાર્યક્રમમાં મહિલા શક્તિ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શ્રીમતિ ઉષાબેન વસાવા ખાસ ઉપસ્થિત રહીને મહિલા જનપ્રતિનિધિઓને વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મહુવા તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારીશ્રી અમરસિંહભાઈ પરમાર પણ આ કાર્યક્રમ ઉપસ્થતિ રહીને મહિલા જનપ્રતિનિધિઓને ગ્રામ પંચાયતના વહીવટમાં મહિલા પદાધિકારીઓને મળેલ સત્તાઓ અને તેના ઉપયોગ અંગે ખૂબ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાછલ ગામના પૂર્વ સરપંચશ્રી નરેનભાઈ ચૌધરીએ તેમના સરપંચના કાર્યકાળના અનુભવો મહિલા સરપંચો સમક્ષ રજૂ કરીને તેઓને પ્રોત્સાહિત કર્યા હતા. આગાખાન સંસ્થા તરફથી શ્રી જગદીશભાઈએ એ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. પ્રતિનિધિમંડળ દ્વારા કાછલ ગામની પ્રાથમિક શાળા તેમજ જાહેર પુસ્તકાલયની પણ મુલાકાત લેવામાં આવી હતી આ સાગબારા તાલુકાની મહિલા સરપંચ અને તેમની ટીમ દ્વારા કાછલ ગામની મુલાકાત લઈને તેઓને ઘણી પ્રેરણાઓ મળી છે જે તેઓને પોતાના ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ તરીકે કામ કરવા અંગે ઘણું ઉપયોગી નીવડશે એમ જણાવીને ખૂબ આનંદ વ્યક્ત કર્યો હતો કાર્યક્રમના અંતે ગ્રામ પંચાયત કાછલ પરિવાર દ્વારા સાગબારાની દરેક મહિલા પ્રતિનિધિઓને કાછલ ગામ ચૌધરી સમાજની બંધારણનું બુક ભેટ આપીને તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.





