મહુવા પંથકમાં રાહદારીઓ પાછળ દોડી તેમના પર હુમલો કરનાર કપિરાજને સોમવારના રોજ મહુવા વન વિભાગની ટીમે પાંજરે પુરતા જ પંથકવાસીઓએ રાહતનો દમ લીધો હતો.

SHARE:

મહુવા પંથકમાં રાહદારીઓ પાછળ દોડી તેમના પર હુમલો કરનાર કપિરાજને સોમવારના રોજ મહુવા વન વિભાગની ટીમે પાંજરે પુરતા જ પંથકવાસીઓએ રાહતનો દમ લીધો હતો.
પ્રાપ્ત વિગત મુજબ મહુવા ટાઉનમા છેલ્લા ઘણા દિવસથી કપિરાજનો આતંક દિનપ્રતિદિન વધી રહ્યો છે.તોફાની કપિરાજ પગપાળા પસાર થતી જનતા ઉપર દોડી જઇ ને ઢોલ ધપાટ કરી હુમલો કરી રહીયો છે.તેમજ વાહનો ને પણ નિશાન બનાવી નુકશાન કરી રહિયો છે.સ્કૂલ કૉલેજ ની વિધાર્થીનિઓ તેમજ જનતા તરફ દોડે છે સરકારી કચેરીઓ માં પણ કપિરાજનું ટોળુ બેસી રહેવાના કારણે જનતામાં ભયનું વાતાવરણ ફેલાયું છે.પતરા વાળા ઘરો પર કપિરાજ દોડાદોડી કરતા પતરા તૂટતા મકાન માલિકોએ મોટી નુકશાની વેઠવાની નોબત આવી હતી.કપિરાજના આ આતંક અંગે મહુવા વન વિભાગને સ્થાનિકો દ્વારા રજુઆત કરતા વન વિભાગના અધિકારીઓ દ્વારા મહુવા બ્રાહ્મણ ફળિયામા પાંજરૂ ગોઠવી કપિરાજને પાંજરે પુરવાની કવાયત હાથ ધરી હતી.તે દરમિયાન સોમવારના રોજ સવારે આ તોફાની કપિરાજ પાંજરે પુરાયો હતો.મહુવા પંથકમાં તોફાન મચાવતો કપિરાજ પાંજરે પુરાતા જ સ્થાનિકોએ રાહતનો દમ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!