વલવાડા ઇ.સરપંચના શાસન સામે 8 સભ્યોનો અવિશ્વાસનો પ્રસ્તાવ

SHARE:

વલવાડા ઇ.સરપંચના શાસન સામે 8 સભ્યોનો અવિશ્વાસનો પ્રસ્તાવ

પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના વલવાડા ગામના મહિલા સરપંચનુ ઓગસ્ટ 2023મા નિધન થતા વલવાડા ગ્રામપંચાયતના ડેપ્યુટી સરપંચ ગીરીશભાઈ પટેલને ઈ. સરપંચ તરીકેનો ચાર્જ આપવામાં આવ્યો હતો.અને છેલ્લા દોઢ વર્ષથી તેઓ વલવાડા ગામના ઈ. સરપંચ તરીકે કામગીરી કરે છે.જોકે વલવાડા ગ્રામપંચાયતમાં તેમની કામ કરવાની કાર્યપધ્ધતિ થી ગ્રામપંચાયતના ચૂંટાયેલ અન્ય સભ્યોમા અવારનવાર ભારે રોષ જોવા મળતો હતો.ગામના ઈ. સરપંચ ગીરીશભાઈ પટેલ ગ્રામપંચાયતમા એક હથ્થુ શાસન ચલાવવાની સાથે સાથે એક તરફી નિર્ણયો લેવા,આપખુદ શાહિ વલણ દાખવતા હોવા ઉપરાંત સભ્યો સાથે તોછડાઈ ભર્યું વર્તન કરતા હોવાના આક્ષેપ સાથે ગ્રામપંચાયતના 10 માંથી 8 સભ્યોએ સોમવારના રોજ વલવાડા ગ્રામપંચાયતની સામાન્ય સભામાં પંચાયત ધારાની કલમ હેઠળ અવિશ્વાસની દરખાસ્ત મુકતા ચકચાર મચી જવા પામી હતી.
વલવાડા ગામના ઈ. સરપંચ વિરુદ્ધ સભ્યોએ મુકેલ અવિશ્વાસની દરખાસ્તને ગામના તલાટી હંસાબેન આહિરે નિયમોનુંસાર સ્વીકારી ઉપલા અધિકારીને લેખિત જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!