ઉકાઇ ડેમમાંથી તબક્કાવાર છોડવામાં આવી રહેલા પાણી સંદર્ભે તાપી કાંઠાના ગામોને એલર્ટ કરાયા.
તાપી નદી પરના ઊકાઇ ડેમ માંથી આજ રોજ તા. ૧૭/૦૯/૨૦૨૩ ના સવાર ના ૧૨:૦૦ ક્લાકથી . ઉપરવાસની પરિસ્થિતી ધ્યાન લઇ આજ તા.૧૭/૦૯/૨૦૨૩ના રોજ ૧૨:૦૦ કલાકથી ક્ર્મશ ૨,૩૦,૦૦૦ કયુસેક પાણી છોડવામાં આવનાર છે. હાલમા ઊકાઇ ડેમની સપાટી ૩૪૧:૧૮ ફુટ છે જેથી કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે આગમચેતીના ભાગ રૂપે કોસાડી કોઝવે, માંડવી, તા.૧૭/૦૯/૨૦૨૩ના રોજ બંધ કરવામાં આવેલ છે. તથા તકેદારીના ભાગ રૂપે ડેમના હેઠવાસમાં નદી કિનારે આવેલ માંડવી તાલુકાનાં ગામનાં નાગરિકોને નદીમાંથી અવર-જવર ન કરવા તેમજ ઢોર-ઢાંખર, નદી-પટમાં ન લઈ જવા તાકીદ કરવુ જેથી કરીને ઢોર-ઢાંખર અને જાન-માલનું નુકસાન થતાં અટકાવી શકાય. તાપી નદી કિનારા હેઠવાસના
અસરગ્રસ્ત ગામો (૧) બલાલતીર્થ,કાકરાપાર (૨),વરેઠ (3) ,નાનીચેર (૪) ,(૫મોટીચેર (,રતનીયા (૬) ,તરસાડાબાર (૭) ,માંડવી (૮) ,વાધનેરા (૯), ઉશ્કેરખુર્દ (૧૦),પુના (૧૧) ,કાકડવા (૧૨) ,ખેડપુર (૧૩) વરજાખણ (૧૪) ,જાખલા (૧૫) ,કોસાડી (૧૬) ,ઉન (૧૭) , (૧૮) ઉમરસાડી,કમલાપોર (૧૯),પાટણા (૨૦),વરેલી (૨૧) ,બૌધાન ગામોને માંડવી મામલતદાર દ્રારા સાવચેતીના પગલાઓ લેવા માટે તલાટી સરપંચોને એલર્ટ કરવામાં આવ્યા છે.


