તમામ પેન્શનરોને અનુરોધ: આવકવેરા માટે Old Regime વિકલ્પ સ્વીકાર કરવા ઈચ્છતા હોય તો પેન્શન ચુકવણા કચેરીને લેખિતમાં જાણ કરે

SHARE:

તમામ પેન્શનરોને અનુરોધ: આવકવેરા માટે Old Regime વિકલ્પ સ્વીકાર કરવા ઈચ્છતા હોય તો પેન્શન ચુકવણા કચેરીને લેખિતમાં જાણ કરે
આગામી નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે આવકવેરા કાયદા હેઠળ New Regime અને Old Regime એમ બે વિકલ્પ આપવામાં આવેલા છે. જે પેન્શનરો Old Regime નો વિકલ્પ સ્વીકારવા માંગતા હોય તેઓએ પેન્શન ચુકવણા કચેરી-સુરતને લેખિતમાં તા.૦૫-૦૩-૨૦૨૫ સુધીમાં વિકલ્પ આપવાનો રહેશે. જે મુજબ જે પેન્શનરો Old Regime નો વિકલ્પ પસંદ કર્યો હોય તે સિવાયના બાકીના તમામ પેન્શનરો New Regime નો વિકલ્પ સ્વીકારવા માંગે છે તેમ માનીને આવકવેરા કાયદા હેઠળ કરપાત્ર આવક પર આવકવેરાની કપાત કરવામાં આવશે તેમ શ્રેયાન તિજોરી અધિકારી-સુરતની યાદીમાં જણાવાયુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!