નળધરા ગામે બે વાછરડાંનું મારણ કરનારા દીપડો આખરે પાંજરે કેદ.

SHARE:

નળધરા ગામે બે વાછરડાંનું મારણ કરનારા દીપડો આખરે પાંજરે કેદ.

મહુવા તાલુકામાં હવે શેરડી કાપણી પૂર્ણ થવાને આરે પહોંચી છે ત્યારે ખેતરો હવે ખુલ્લા થતાં જ તાલુકામાં દીપડાઓ ખોરાકની શોધમાં માનવ વસ્તી તરફ જઈ રહ્યા છે જે પશુપાલનનો વ્યવસાય કરનારા માટે ખતરો બની ગયા છે હાલમાં જ તાલુકામાં પશુઓ પર દીપડાની ઘટના દિનપ્રતિદિન બની રહી છે ત્યારે તાલુકાના નળધરા ગામે હિંસક દીપડા એ પાંચેક દિવસ અગાઉ નિલેશભાઈ ભગુભાઈ ચૌધરીના કોઢારમાં બાંધેલ પશુઓ પર હુમલો કરી દીધો હતો અને હુમલામાં બે વાછરડાં ને મોતને ઘાટ ઉતારી દીધા હતા.ઘટનાની જાણ ગામના સરપંચ ને કરાતા સરપંચ અતુલભાઈ દ્વારા સમય સુચકતા વાપરી ઘટનાની ગંભીરતા સમજી ત્વરિત ઘટના અંગે વન વિભાગને જાણ કરી ગામમાં પાંજરું ગોઠવી દીપડાને કેદ કરવા જણાવ્યું હતું વન વિભાગ દ્વારા ગામમાં પાંજરું ગોઠવી દેતા હુમલાખોર દીપડો પાંચમા દિવસે પાંજરામાં આબાદ કેદ થઈ જવા પામ્યો હતો.દીપડો પાંજરે કેદ થતાં સ્થાનિકોએ રાહત દમ તો લીધો છે પરંતુ હજુપણ અન્ય દીપડાના આંટા ફેરા હોવાથી લોકો એ રાત્રી દરમ્યાન બહાર નીકળવું મુશ્કેલ બની જવા પામ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!