દેદવાસણ ગામના સરપંચને ફરી હોદ્દો આપવાની માંગ સાથે ગ્રામજનોનું આવેદનપત્ર.

SHARE:

દેદવાસણ ગામના સરપંચને ફરી હોદ્દો આપવાની માંગ સાથે ગ્રામજનોનું આવેદનપત્ર.

 

મહુવા તાલુકાની દેદવાસણ ગ્રામ પંચાયત ના મહિલા સરપંચ કલ્પનાબેન મિતલસિંહ ગરાસીયાને તાજેતર માં ડીડીઓ કચેરી દ્વારા હોદ્દા ઉપર થી બરતરફ કરાયા હતા. જેને પગલે સોમવારના રોજ મોટી સંખ્યા માં ઉપસ્થિતિ ગ્રામજનો એ બરતરફી ના નિર્ણય ને એકતરફી ચુકાદો ગણાવી ઉગ્ર વિરોધ દર્શાવતું આવેદન મહુવા મામલતદાર કચેરીમા આપ્યું હતું.
મહુવા તાલુકા મામલતદાર સમક્ષ મુખ્ય મંત્રી ને ઉદેશતું આવેદન આપવા મોટી સંખ્યા માં ગ્રામજનો ઉમટ્યા હતા. દેદવાસણના ગ્રામજનો દ્વારા લોકશાહી પ્રક્રિયા સાથે તેમને ચૂંટ્યા બાદ ગત 3વર્ષ માં તેમના દ્વારા વિકાસના અનેક કામો થયા હોવાનું જણાવતા આવેદનમાં માજી સરપંચ અને તેના મળતીયાઓ દ્વારા ખોટી અને વાહિયાત ફરિયાદ કરી મહિલા સરપંચને બદનામ કરવાનું કાવતરું કરાયુ હોવાનું જણાવ્યું હતું.કલ્પનાબેન ગરાસીયા વિરુદ્ધ ખોટી રીતે બાવળના ઝાડ કપાયા હોવાની ફરિયાદનો વિરોધ કરતા તેમણે કાયદાકીય પ્રક્રિયા મુજબ ઝાડો કપાવી નાણા સરકારી તિજોરીમાં જમા કરાવ્યા હોવાનું જણાવ્યું હતું. મૂળ વિવાદ બાવળ કાપવાનો જણાવતા આવેદનમાં ઝાડો માજી સરપંચના કાર્યકાળ માં ગેરકાયદેસર અને હરાજી વગર કપાયા સાથે તે સમયે સરકારી તિજોરીને નુકશાન પહોંચાડ્યું હતું. આ બાબતે મહુવા મામલતદાર કચેરી માં અને ટીડીઓ ને ફરિયાદ પણ કરાઇ હતી. આ કેસ નો હજી નિકાલ આવ્યો નથી તેવા સમયે વહીવટીતંત્ર દ્વારા એકતરફી નિર્ણય જાહેર કરી નિર્દોષ મહિલા સરપંચ ને બરતરફ કરતા ગ્રામજનો નું સ્વમાન ઘવાયું જણાવતા તેમને ફરીથી સરપંચ પદે કાર્યરત કરવામાં આવે અને માજી સરપંચ ના કૃત્યોની ન્યાયિક તપાસ કરી તેમની વિરૂધ્ધ કાર્યવાહી કરવાની માંગ કરાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!