૮મી ફેબ્રુઆરીએ યોજાનાર જવાહર નવોદય વિદ્યાલયની લેટરલ એન્ટ્રી પસંદગી પરીક્ષાના ઉમેદવારોએ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લેવા
ઉમેદવારો હેલ્પડેસ્ક નંબર ૯૪૨૭૯૮૧૨૮૦, ૯૧૩૦૧૫૬૫૩૯ પરથી માહિતી મેળવી શકશે
જવાહર નવોદય વિદ્યાલય લેટરલ એન્ટ્રી પસંદગી પરીક્ષા ૨૦૨૫ ધોરણ ૯ અને ૧૧ (XI) માં લેટરલ એન્ટ્રી મોડ દ્વારા ખાલી બેઠકોના પ્રવેશ માટે તા.૮ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષા ત્રણ કેન્દ્રો ખાતે યોજાનાર હોય નોંધાયેલા ઉમેદવારોએ https://cbseitms.nic.in/2024/nvsxi_11/AdminCard/AdminCard25 લિંકનો ઉપયોગ કરી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લેવાનું રહેશે. વધુ માહિતી માટે ઉમેદવારો વિદ્યાલયના હેલ્પડેસ્ક નંબર ૯૪૨૭૯૮૧૨૮૦ અને ૯૧૩૦૧૫૬૫૩૯ પર સંપર્ક કરી શકશે તેમ જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યની યાદીમાં જણાવાયું છે.





