કોષ ગામે 40 વર્ષીય પરણીતા એ દવા ગટગટાવી લેતા સારવાર દરમ્યાન મોત.

SHARE:

કોષ ગામે 40 વર્ષીય પરણીતા એ દવા ગટગટાવી લેતા સારવાર દરમ્યાન મોત.

મહુવા તાલુકાના કોષ ગામે રહેતી 40 વર્ષીય પરણીતાએ કોઈ કારણસર ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવતા ચકચાર મચી જવા પામી હતી.ઘટના અંગે મૃતકના ભાઈએ પોલીસને ખબર આપતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના કોષ ગામે દેસાઈ ફળિયામાં રહેતા 40 વર્ષીય પરણીતા અંગીરાબેન તુષારસિંહ દેસાઈએ તા-23/01/2025ને ગુરુવારના રોજ 10 વાગ્યે અગમ્ય કારણ સર ઝેરી દવા ગટગટાવી લેતા ચકચાર મચી જવા પામી હતી.જે અંગે પરિવારજનોને જાણ થતાં ત્વરિત સારવાર માટે અનાવલ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.જ્યા પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરત ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તા-24/01/25ને શુક્રવારના રોજ સારવાર દરમિયાન પરણીતાનુ કમકમાટી ભર્યુ મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી.ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!