શ્રી વલવાડા વિભાગ સાર્વજનિક કેળવણી મંડળ વલવાડા સંચાલિત ધનગૌરી સાર્વજનિક વિદ્યાલય વલવાડા ના પટાંગણમાં દેશના 76 માં ગણતંત્ર દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર કરવામાં આવી હતી.

SHARE:

76 માં ગણતંત્ર દિવસની ઉજવણી
 

     શ્રી વલવાડા વિભાગ સાર્વજનિક કેળવણી મંડળ વલવાડા સંચાલિત ધનગૌરી સાર્વજનિક વિદ્યાલય વલવાડા ના પટાંગણમાં દેશના 76 માં ગણતંત્ર દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર કરવામાં આવી હતી.
કેળવણી મંડળના પ્રમુખશ્રી સતિષભાઈ પટેલના કરકમલોથી રાષ્ટ્રધ્વજ વંદનવિધિ કરવામાં આવી હતી. શ્રી સતિષભાઈ પટેલે પ્રસંગોચિત મનનીય ઉદબોધન કર્યું હતું. શાળાના આચાર્યશ્રી નિલેશભાઈ પ્રજાપતિએ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું અને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી.
પ્રાથમિક વિભાગના બાળ કલાકારો દ્વારા દેશભક્તિ નૃત્ય, ગરબો, ફોક ડાન્સ જેવી સાંસ્કૃતિક કલાકૃતિઓ રજૂ કરવામાં આવી હતી. બાળ કલાકારોને પ્રોત્સાહન રૂપે મહાનુભાવો દ્વારા રોકડ પુરસ્કાર આપીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આજના કાર્યક્રમમાં કેળવણી મંડળના હોદ્દેદારો, ટ્રસ્ટી સભ્યશ્રીઓ, શિક્ષકો, ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આમ, દેશના 76 માં રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર કરવામાં આવી હતી.
જય હિન્દ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!