ગાંગડીયા ગામે દીપડાએ બકરીનો શિકાર કર્યો મારણ કરેલ બકરીને માલિકે શોધી કાઢી.
સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના ગાંગડીયા ગામે 14 જાન્યુઆરીના રોજ વહેલી સવારે રાકેશભાઈ નટુભાઈ પટેલ ના ઘરેથી દીપડાએ બકરીનો શિકાર કર્યો હતો રાત્રીના અંધારામાં દીપડો શિકાર લઈને અંધારામાં પલાયન થઈ ગયો હતો.ત્યારે પશુપાલક બકરીના માલિક દ્વારા દિવસ દરમ્યાન બકરીની શોધ ખોળ હાથ ધરી જે નજીકમાં જ ભાવેશભાઈ ના ઘરના પાછળ આવેલ ખેતરમાં બકરીનું મારણ કરી અધૂરો શિકાર કરેલ મારણ ત્યાં નજરે પડ્યું હતું જોકે 14 જાન્યુઆરી ના રોજ સાંજે 8:15 કલાકે મારણ કરેલ શિકાર ની શોધમાં ફરી દીપડાના આંટા ફેરા થી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે.





