મહુવા ના બારતાડ ગામે દીપડાએ વાછરડા નો શિકાર કરી મિજબાની માણી

SHARE:

મહુવા ના બારતાડ ગામે દીપડાએ વાછરડા નો શિકાર કરી મિજબાની માણી

પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના બારતાડ ગામે પટેલ ફળીયા માં રહેતા પશુપાલક જીજ્ઞેશભાઈ કિશોર પટેલ ના ઘર પાસે એક ગાય અને વાછરડું બાંધેલા હતા. ગત રાત્રિ ના સમયે આવી ચડેલા એક દીપડાએ વાછરડાને નિશાન બનાવી ગળાના ભાગે કરડી ને મોત ભેગુ કર્યું હતું. મજબૂત દોરડા વડે બાંધેલું વાછરડું ઘસડી ના શકતા દીપડાએ સ્થળ ઉપરજ તેને ફાડી નાખી મિજબાની માણી હતી. સવારે ચારો નાખવા જતા વાછરડા ને લોહીલુહાણ હાલત માં મૃત જોતા ગામના સરપંચ મારફતે વન વિભાગ નેજાં કરી પાંજરું ગોઠવવાની તજવીજ શરૂ કરાઇ હતી. ગ્રામીણ વિસ્તારો માં દીપડાઓ દ્વારા અબોલ પશુઓના શિકાર ની વધતી ઘટનાઓ અને ફેલાતા ભય ના માહોલ સાથે ભારે આક્રોશ ફેલાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!