કોસ ખાતે બે ઘરોમાં લાગેલ આગમાં ત્રણ પરિવારો ની ઘરવખરી લપેટમાં

અનાવલ : મહુવા તાલુકાના કોસ ગામે આવેલ એક ઘરમાં આકસ્મિક રીતે આગ લાગવાની ઘટના બનતા બે ઘરના પરિવાર ની ઘરવખરી તેમજ બાજુના પરિવાર નું ઘર બનતું હોય તેમણે મુકેલ સામાન પણ આગની લપેટમાં રાખ થઈ જતાં મોટું નુકશાન થવા પામ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા તાલુકા ના કોસ ગામે રહેતા પરભુભાઈ માવજીભાઈ પટેલ અને બાજુના ઘરે રહેતા જમનાબેન ખાલપાભાઈ પટેલના ઘરના સવારના સમયે આકસ્મિક રીતે આગ લાગવાની ઘટના બની હતી.
આ આગની ઘટના માં આ બન્ને ઘરમાં ઘરવખરીનો સામાન બળીને ખાક થઈ જવા પામ્યો હતો તો બાજુમાં રહેતા જીતેન્દ્ર પટેલનો સામાન પર આ જ ઘરમાં મૂક્યો હોય તેમનો સામાન પણ આગ ની લપેટમાં આવી ગયો હતો.આ ત્રણ પરિવારોના સામાન અને રોકડ રકમ મળી કુલ અંદાજિત ત્રણ લાખ રૂપિયાનું નુકશાન થવા પામ્યું છે.સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નહતી.આ બનાવ સાથે જ ત્રણ પરિવાર પર મોટું સંકટ આવી પડ્યું છે.





