ટ્રાફિક નિયમન માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુંઃ
ગંગાધરા અને બારડોલી વચ્ચે જેતપુર ગામ નજીક LC-21 પર લિમિટેડ હાઇટ સબવે(LHS)ના નિર્માણની કામગીરીને ધ્યાને લઈને રસ્તો બંધ કરી ડાયવર્ઝન કરાયો
સુરત જિલ્લાના ગંગાધરા અને બારડોલી વચ્ચે જેતપુર ગામ નજીક LC-21 પર લિમિટેડ હાઇટ સબવે(LHS)ના નિર્માણની કામગીરી ચાલી રહી છે તેને ધ્યાને લઈને ટ્રાફિક નિયમન વ્યવસ્થિત ચાલે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે માટે સુરત જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી વિજય રબારીએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.
જાહેરનામાં અનુસાર રેલ્વે 22/24-26 ખાતે ગંગાધરા અને બારડોલી વચ્ચે જેતપુર ગામ નજીક LC-21 પર લિમિટેડ હાઇટ સબવે(LHS)ના નિર્માણની કામગીરી કરવાની હોવાથી આ રસ્તા પરથી(બન્ને તરફના) વાહનોને તા.૩૦/૦૬/૨૦૨૫ સુધી પસાર થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યું છે. વૈકલ્પિક રસ્તા તરીકે એલ.સી નં.૨૧ રેલ્વે ક્રોસીંગની દક્ષિણ દિશાએ આશરે સાઇઠ થી સિતેર મીટર એક રસ્તો ગાંગપોર ગામ તરફ જાય છે .જે ગાંગપોર ગામે આવેલ રેલ્વે ક્રોસીંગ નં.૨૦નો ઉપયોગ કરવાનો રહેશે.એલ.સી.નં.૨૧ રેલ્વે ક્રોસીંગની ઉતર દિશાએ આશરે સાઇઠ થી સિતેર મીટર એક રસ્તો ગાંગપોર ગામ તરફ જાય છે .જે ગાંગપોર ગામે આવેલ રેલ્વે ક્રોસીંગ નં.૨૦નો ઉપયોગ કરવાનો રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.





