મહુવા તાલુકામાંથી વાહન લઈને પસાર થતા થઈ જાઓ સાવધાન પોલીસ રાખી રહી છે ચપ્પે-ચપ્પે પે નજર.
સુરત,મહુવા:-થર્ટી ફસ્ટ પહેલાં મહુવા પોલીસની સૂત્રો દ્વારા 29 ડિસેમ્બર ના રોજ સાંજે છ કલાકે પ્રાપ્ત થતી વિગત મુજબ મહુવા પોલીસ દ્વારા તાલુકાના પ્રવેશ દ્વાર પર સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.થર્ટી ફસ્ટ નવા વર્ષની ઉજવણી માટે ઠેરઠેર પાર્ટીઓ કરી મનાવાય છે જેથી થર્ટી ફસ્ટ ની ઉજવણી માટે તાલુકામાં દારૂની હેરાફેરી રોકવા માટે તાલુકાના પ્રવેશ દ્વાર પર મહુવા પોલીસ દ્વારા વાહનોના ચેકીંગ હાથ ધરવામાં આવ્યા હતા.વાહન ચેકીંગ દરમ્યાન પાંચ જેટલા ઇસમોને મહુવા પોલીસે નશો કરેલ હાલતમાં ઝડપી પાડી જરૂરી કાર્યવાહી કરી હતી..





