મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. બામણિયાની 49મી વાર્ષિક સાધારણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન.
સુરત,મહુવા:-મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. બામણિયાની 49મી વાર્ષિક સાધારણ સભા શનિવારે સવારે સુગરના પટાંગણમા ચેરમેન માનસિંહભાઈ પટેલની અધ્યક્ષતામા મળી હતી. દિપ પ્રાગટય અને પ્રાર્થના બાદ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી સુગરના એમડી દ્વારા ઉપસ્થિત સૌનુ શાબ્દિક સ્વાગત કર્યુ હતુ.ત્યારબાદ નવસારી કૃષિ યુનિવર્સિટીના હેડ ડો.શૈલેષ માનીએ ઉપસ્થિત ખેડૂતો અને સભાસદોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કઈ રીતે મેળવી શકાય તે અંગે વિગતવાર માહિતી આપી હતી.ત્યારબાદ સુમુલના ડિરેક્ટર જયેશભાઈ પટેલે માનસિંહભાઈ પટેલને સહકારી ઋષી તરીકેનુ બિરુદ આપી સહકારી ક્ષેત્રમાં તેમના દ્વારા છેલ્લા 40 વર્ષથી કરાતી કામગીરી બિરદાવી હતી.અને વધુમાં તેમને સભાસદોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે શેરડીની ખેતીમાં જે તાકાત છે તેવી બીજી કોઈ ખેતીમાં તાકાત નથી.સમગ્ર દક્ષિણ ગુજરાતનો ખેડૂત શેરડીની ખેતીથી મજબૂત થયો છે.
ત્યારબાદ સુગર અને સુમુલના ચેરમેન માનસિંહભાઈ પટેલે જણાવ્યું હતુ કે મિત્રો સહકારી ક્ષેત્ર અને ખેતીનું ચિત્ર સારું નથી.ખાંડના ઉત્પાદનમાં આપણો દેશ બ્રાઝીલ પછી બીજા નંબરે આવે છે. ધીરે ધીરે હવે પાકનું ઉત્પાદન ઘટતુ જાય છે અને ખર્ચા વધતા જાય છે. જેથી ખેડૂતોને તેમણે પ્રાકૃતિક ખેતી કરી જમીન બચાવવા સલાહ આપી હતી.વધુમા તેમણે ટીકા કરતા જણાવ્યું હતુ કે શેરડીમા ખાતરની ગુણ છોડવામા ને છોડવામાં ખેડૂતે ખર્ચા વધાર્યા અને સુગર સંચાલકોએ ભાવો આપવામાં ને આપવામાં સુગર નિલામ કરી નાંખી. માંડવી સુગર પ્રાઇવેટના હાથમાં વેચાઈ ગઈ ત્યાંના કોઈ સ્થાનિક રાજકીય કે સહકારી આગેવાનોએ ચિંતા કરી નથી.વધુમાં તેમણે જણાવ્યું હતુ કે આ વિસ્તારનું સહકારી ક્ષેત્ર અને તેમાં પણ સુગર ઈન્ડસ્ટ્રી,સુગર ઉદ્યોગ ગુજરાતમા સહકારી ક્ષેત્રમા છે,હતો પણ રહેશે કે કેમ તેના પ્રશ્નાર્થ ઉભા થાય છે.વર્ષો પહેલા દાદરિયા સુગરને પ્રાઇવેટ થતી અમે સુગરોએ મળીને
Tઅટકાવી.વ્યારા સુગર પણ કરોડોની જવાબદારી સાથે ચાલે એ પણ ફડચામાં જાય કે પ્રાઇવેટ થઈ જાય એવા સંજોગો હતા.પણ રાજય સરકારને રજુઆત કરતા તેમની મદદથી રૂપિયાની ફાળવણી થઈ અને કસ્ટોડીયન કમિટીની નિમણૂક કરી અને તેના પ્રમુખ તરીકે મારી વરણી થઈ.અને આ કસ્ટોડીયન કમિટી રાજય સરકાર પ્રભાવિત છે અને રાજય સરકાર ઈચ્છે ત્યારે એને બદલી પણ શકે છે.પણ આ વિસ્તારનો સહકારી ઉદ્યોગ એ સહકારીમા જળવાઈ રહે એના માટેના મારા પ્રયત્નો રહેશે.આજે ભાવોની વાત ચાલે એમાં આદિવાસી વિસ્તારના જે નાના અને સીમાંત ખેડૂતો છે એમને શેરડીના પૂરતા નાણાં મળે એવા પ્રયત્નો કર્યા છે અને હવે પણ કરવામાં આવશે એવો મારો મક્કમ નીર્ધાર છે.અને અંતે સુગરના ડિરેક્ટર જીગરભાઈ નાયકે વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત સૌનો આભાર વ્યકત કરી રાષ્ટ્રગીતનુ ગાન કરી સભા પૂર્ણ જાહેર કરી હતી.





