ગરીબ પરિવારના માટે ઘર બનાવવા નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈની ટીમ નું સરાહનીય કાર્ય
ગરીબો ના મસીહા એવા નીતિન જાની ઉર્ફે ખજૂર ભાઈ વાંસદા તાલુકાનાં ગરીબ પરિવાર માટે દેવદૂત બન્યા હોય તેમ તેમણે પરિવારના માથે છત ઊભી કરવાનું સરાહનીય પગલું ભરી માનવતાની મહેક પ્રસરાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સોશ્યલ મીડિયાના સ્ટાર અને સમાજ સેવક તરીકે જેમને સમગ્ર રાજ્યમાં નામના મેળવી છે એવા નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ જેમને ગુજરાતભરમાં અનેક નિરાધાર લોકોને મકાન બનાવી આપી સેવાની ધૂણી ધપાવી છે અને સેવા કરવી જ જેમનું ધ્યેય છે એ નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ એ વાંસદા તાલુકામાં એક વૃદ્ધ દિવ્યાંગ દંપતીને ઘર બનાવી આપવાની શરૂઆત કરી છે ખજૂરભાઈ અને તેમની વાંસદાના દોલધા ગામે આવી વૃદ્ધ દિવ્યાંગ દંપતી ની મુલાકાત કરી હતી અને તેમનું ઘર બનાવવાની શરૂઆત કરતા તેમને ગામના યુવાનોએ પણ ખજૂરભાઈની સાથે મકાન બનાવવા ની શરૂઆત કરી હતી ત્યારે આ નિરાધાર વૃદ્ધ દિવ્યાંગ દંપતી હાલતો ખજૂરભાઈ અને તેમની ટીમનો આભાર માની રહ્યા છે.
નીતિન જાની ઉર્ફે ખજૂર ભાઈ દ્વારા આ ગરીબ પરિવારો ને આજદિન સુધી નહિ મળ્યું એ ઘર ની ભૌતિક સુવિધા ઊભી કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે.આદિવાસી વિસ્તાર માં તેમની આદિવાસી સમાજ માટે ની આ સેવા સમગ્ર વિસ્તાર માટે પ્રેરણાદાયી બની છે તો આ વિસ્તારની જનતા તેમની કામગીરીને બિરદાવી રહી છે


