તા.૮મી જાન્યુ.એ ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે જપ્ત વાહનોની જાહેર હરાજી થશે.
વાહનોની હરાજીમાં વેપારીઓ/જાહેર જનતા ભાગ લઈ શકશે
સુરત ડી.સી.બી. પોલીસ દ્વારા વિવિધ ગુનાઓમાં કબ્જે કરવામાં આવેલા વાહનોની જાહેર હરાજી તા.૦૮/૦૧/૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે ખટોદરા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં યોજાશે. હરાજીમાં ભાગ લેવા ઇચ્છતા વેપારીઓ/જાહેર જનતાએ હરાજીના એક દિવસ પહેલા ખટોદરા પોલીસ સ્ટેશને હાજર રહી જરૂરી ફોર્મ ભરી, ડિપોઝીટ પેટે રૂ.એક લાખનો સુરત પોલીસ કમિશનરના નામનો ડી.ડી. જમા કરાવવાનો રહેશે. હરાજીના દિવસે જી.એસ.ટી. પેપર્સ સાથે લાવવા ડી.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરની યાદીમાં જણાવાયું છે.





