નર્મદ યુનિ. ખાતે તા.૧૯ થી ૨૧ દરમિયાન આયોજિત “ગુજરાત ગ્લોબલ એક્સ્પો” મેગા એક્ઝિબિશનને સાંસદ મુકેશભાઈ દલાલના હસ્તે ખુલ્લો મૂકાશે

SHARE:

નર્મદ યુનિ. ખાતે તા.૧૯ થી ૨૧ દરમિયાન આયોજિત “ગુજરાત ગ્લોબલ એક્સ્પો” મેગા એક્ઝિબિશનને સાંસદ મુકેશભાઈ દલાલના હસ્તે ખુલ્લો મૂકાશે
 
કેન્દ્ર સરકારની સિદ્ધિઓને પ્રદર્શનના માધ્યમથી રજૂ કરાશે: વિજ્ઞાન સંસ્થાઓના વૈજ્ઞાનિકો પણ ઉપસ્થિત રહેશે
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને અનુસરી સરકારના વિવિધ વિભાગોએ મેળવેલી સિદ્ધિ વિષે સુરતવાસીઓ જાણકારી મેળવી શકે એ માટે વીર નર્મદ યુનિવર્સિટી ખાતે તા.૧૯ થી ૨૧ દરમિયાન ‘ગુજરાત ગ્લોબલ એક્સ્પો’ મેગા એક્ઝિબિશન યોજાશે. પરિચિત ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ પ્રદર્શનને મેયરશ્રી દક્ષેશભાઈ માવાણીની ઉપસ્થિતિમાં તા.૧૯મીએ સવારે ૧૦.૩૦ વાગ્યે સાંસદશ્રી મુકેશભાઈ દલાલના હસ્તે ખૂલ્લું મૂકાશે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના વિકાસકામો, વિવિધ અભિયાનો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મેળવેલી સિદ્ધિઓને પ્રદર્શિત કરાશે.
એક્ઝિબિશનમાં રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાની ૧૦૦ જેટલી સંસ્થાઓ તેમની સિદ્ધિઓનું પ્રદર્શન કરી રહી છે. જેમાં DRDO, પાવરગ્રીડ, ઈસરો, GSI, CSIR, NCERT, ICAR, જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા, C.W..C., APEDA, ICMR, MOES, REC જેવી સરકારી જાહેર એજન્સી-સંસ્થાઓ ભાગ લઈ રહી છે. વિજ્ઞાન સંસ્થાઓના વૈજ્ઞાનિકો પણ ઉપસ્થિત રહેશે. તમામ વય જૂથના નાગરિકો માટે પ્રવેશ નિ:શુલ્ક છે. ત્રણ દિવસ માટે સવારે ૧૦.૩૦ થી ૫.૩૦ વાગ્યા દરમિયાન શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ, આમ નાગરિકો સુરતમાં આ પ્રકારના પ્રથમવાર યોજાઈ રહેલા પ્રદર્શનને નિહાળી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!