માંડવી તાલુકાના જામણકુવા ગામે રૂ.૫.૧૮ કરોડના વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ

SHARE:

માંડવી તાલુકાના જામણકુવા ગામે રૂ.૫.૧૮ કરોડના વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ
 
છેવાડાનો ગરીબ માનવી પગભર બની આર્થિક ઉપાર્જન કરી શકે તે માટે સરકાર હંમેશા પ્રયત્નશીલ રહી છે:આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ
સુરત જિલ્લાના માંડવી તાલુકાના જામણકુવા ગામ ખાતે રાજ્યના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે રૂ.૫.૧૮ કરોડના વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ વિકાસકામોમાં માંડવી ટ્રાયબલ સબ પ્લાન હેઠળ મંજુર કરાયેલા ન્યુ ગુજરાત પેર્ટર્ન અને ડી-સેગ યોજનાના રૂ.૪.૨૨ કરોડ અને એન.પી.સી.આઈ.એલ. કાકરાપાર સી.એસ.આર. ફંડના રૂ. ૯૫.૮૯ લાખના કામોનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે આદિજાતિ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશને વિકસિત ભારત બનાવવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. છેવાડાના ગરીબ માનવીઓને પગભર બનાવવાની સાથે તેઓ આર્થિક રીતે સ્વાવલંબન બને તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. મંત્રીશ્રીએ ગામ, તાલુકા, જિલ્લાઓ અને રાજ્યના સહકારથી દેશને વધુ વિકસિત બનાવવા માટે સૌને સંકલ્પબદ્ધ થવા આહ્વાન કર્યું હતું.
તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજ્ય સરકારના આદિજાતિ વિભાગ દ્વારા રૂ. ૫ કરોડથી વધુની રકમ ફાળવણી કરી છે, જે હેઠળ જામણકુવા, સુલી, કેવડી અને પીપરીયા જેવા ગામોમાં ખેડુતો માટે પાઇપલાઇન, સામૂહિક મોટર અને સોલાર પેનલ લગાડવાની કામગીરી કરવામાં આવશે. આ રીતે સિંચાઇની સમસ્યાઓ દૂર થવાથી ખેતીમાં સુધારો થશે અને ખેડુતોની આવકમાં વધારો થશે.
તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, તે સમયથી જ તેમણે ખેડુતોની આવક બમણી કરવાની દ્રષ્ટિ સાથે સંકલ્પ લીધો હતો. આ સંકલ્પને સિદ્ધ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓની શરૂઆત કરવામાં આવી, જેના માધ્યમથી ગુજરાતના હજારો ખેડુતોને તાલીમબદ્ધ કરવામાં આવ્યા હતા. આ તાલીમ દ્વારા ખેડુતોની ખેતીની પદ્ધતિમાં મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યું હતું. આધુનિક કૃષિ પદ્ધતિઓ અપનાવવાથી ખેતીમાં ઉત્પાદનક્ષમતા વધી અને પાકોમાં વૃદ્ધિ થઈ છે.
આ પ્રસંગે માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દિલીપભાઈ ચૌધરી, જિલ્લા પંચાયતના સભ્યશ્રી રોહિતભાઈ પટેલ અને અનિલભાઈ ચૌધરી, સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી વી. આર. પટેલ, મામલતદાર શ્રી મિસ્ત્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી રવિન્દ્રભાઈ સોલંકી સહિતના અધિકારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!