ઉમરપાડા તાલુકાના ઉમરખડી ગામે પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમ યોજાયોઃ

SHARE:

ઉમરપાડા તાલુકાના ઉમરખડી ગામે પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમ યોજાયો.


પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે રાજય સરકાર સતત પ્રયાસો કરી રહી છે. સુરત જિલ્લામાં આત્મા પ્રોજેકટ દ્વારા પ્રાકતિક કૃષિને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ઉમરખડી ગામે ખેડુતોને પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે કૃષિ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખેડુતોને ગાય આધારિત ખેતી કરીને કેવી રીતે ખેતી ખર્ચ ધટાડી શકાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને રવિ પાકોમાં ધઉ, શાકભાજી, તુવેર, ચણા જવા પાકોમાં જીવામૃત, ધનજીવામૃત, અગ્ર્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, દશપણીઅર્ક જેવી દવાઓ ઘરબેઠા બનાવીને ખેતીપાકોમાં છંટકાવ કરીને જીવાતો પર નિયંત્રણ કરી શકાય છે તે અંગે ખેતીવાડી વિભાગના અધિકારી, આત્મા પ્રોજેકટના, તથા ફાર્મર માસ્ટર ટ્રેનર દ્વારા ખેડુતોને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!