ચૌધરી સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહુડીની ટીમ ચેમ્પિયન
સમસ્ત ચૌધરી સમાજ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ મહુવા આયોજિત 9 મી ક્રિકેટ ટુર્નામેન્ટ તા.24-11-2024 ના રોજ નળધરા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ફાઇનલ મેચ મહુડી અને શેખપુર વચ્ચે યોજાઈ હતી.જેમાં મહુડી ટીમ ચેમ્પિયન બની હતી.
સમાજમાં એકતા ,સૃહદભાવ, સંપ અને ભાઈચારો કેળવાય તે હેતુસર રમાતી આ 9 મી ક્રિકેટ ટુર્નામેન્ટમાં દ.ગુજરાત ચૌધરી સમાજ ફેડરેશનના પ્રમુખશ્રી વસંતભાઈ ચૌધરી (પૂર્વ સેલ્ટેક્ષ કમિશનર શ્રી ગુજરાત ) અને મહામંત્રીશ્રી પ્રભુદાસ ચૌધરી (પૂર્વ સંયુક્ત નાણાં સચિવ શ્રી ગુજરાત )એ ખેલાડીઓને શુભકામના પાઠવી જીવનમાં રચનાત્મક કાર્યો કરી સમાજનું ઋણ અદા કરવા જણાવ્યું હતું.ફાઇનલ વિજેતા ટીમને ટ્રોફી તેમજ રોકડ પુરસ્કાર 10000 રૂપિયા અને રનર્સ અપ ટીમને ટ્રોફી તેમજ રોકડ પુરસ્કાર 5000 રૂપિયા આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. સદર ટુર્નામેન્ટ અને મેચમાં મેન ઓફ ધ મેચ અને બેસ્ટ બોલર તરીકે અંકિત ચૌધરી મહુડી , મેન ઓફ ધ સિરીઝ તરીકે મીર ચૌધરી મહુડી જ્યારે બેસ્ટ બેટ્સમેન તરીકે કેયૂર ચૌધરી શેખપૂર ને જાહેર કરી ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી.ટ્રસ્ટના પ્રમુખશ્રી નરેન્દ્રકુમાર ચૌધરી એ વિજેતા ટીમને તેમજ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવી તેમની ખેલદિલી અને સહકારની ભાવનાને બિરદાવી હતી.સદર ટુર્નામેન્ટમાં 24 ટીમના ખેલાડીઓએ ભાગ લીધો હતો.અમ્પાયર , કોમેન્ટ્રી તેમજ તમામ પ્રકારની સેવા આપી સમાજના યુવકોએ સમાજ સેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું હતું.આ ટુર્નામેન્ટને સફળ બનાવવા મુખ્ય કનવીનર તરીકે અનિલ ચૌધરી ,સહ કનવીનર તરીકે ધનસુખ ચૌધરી ,પિયુષ ચૌધરી , જિગર ચૌધરી મિતુલ ચૌધરી તેમજ સમાજના આગેવાનો અરવિંદભાઈ ચૌધરી,મનહર ચૌધરી રણજીત ચૌધરી, સરપંચ અતુલ ચૌધરી,ગામના યુવકો,રાજેશ ચૌધરી ,ટ્રસ્ટ ના હોદ્દેદારો,કારોબારી સભ્યો હાજર રહી ટુર્નામેન્ટ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો





