મહુવા અનાવલ સ્ટેટ હાઇવે ફોલ લેન બનશે ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાની રજુઆત રંગ લાવી.
પ્રાપ્ત વિગત મહુવા મહુવા થી અનાવલ સુધીનો સ્ટેટ હાઈવે અતિ સાંકડો હોવાથી વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.અને આ સ્ટેટ હાઈવે હર હંમેશ વાહનો થી ધમધમતો રહે છે જેને લઈ અવારનવાર નાના મોટા અકસ્માતો ની ઘટના બનતી રહે છે.જે બાબત અંગે તાલુકાની જનતા દ્વારા 170 મહુવા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાને રજુઆત કરતા મહુવા ધારાસભ્ય મોહનભાઈ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને માર્ગ મકાન વિભાગના મંત્રીને આ મહુવા અનાવલ સ્ટેટ હાઈવે ફોર માર્ગીય મંજુર કરવા માટે રજુઆત કરી હતી.મહુવા ધારાસભ્યની રજુઆત આધારે રાજય સરકાર દ્વારા મહુવા થી અનાવલ સુધીના 28.96 કિમીનો રોડ ફોર લેન બનાવવાની મંજૂરી પર મહોર લગાવી હતી.અને તા-19/11/2024ને મંગળવારના રોજ રાજ્યના માર્ગ મકાન વિભાગના ઉપસચિવ એમ.એમ.ચૌધરી દ્વારા 28.96 કિમીના મહુવા થી અનાવલ સુધીના આ માર્ગ માટે 136.17 કરોડ રૂપિયાની માતબાર રકમની ફાળવણી કરી સૈદ્ધાંતિક મંજૂરીનો લેટર સુરત માર્ગ મકાન વિભાગના અધિક્ષક ઈજનેરને લખી ઝડપભેર આ કામગીરી શરૂ કરવા જણાવ્યું હતુ.મહુવા અનાવલ સ્ટેટ હાઈવે હવે ફોરલેન બનશે એ સમાચાર મળતા જ તાલુકાની જનતા અને વાહન ચાલકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી અને મહુવા ધારાસભ્ય મોહનભાઈની કામગીરી બિરદાવી અભિનંદન આપ્યા હતા.





