મહુવા સુગર ફેક્ટરીની ૪૫ મી પિલાણ સિઝનનો શુભારંભ
સુરત,મહુવા:- મહુવા તાલુકાના આદિવાસી વિસ્તારમાં આવેલી ખેડૂતોની જીવાદોરી સમાન મહુવા સુગર ફેક્ટરીની ૪૫ મી પિલાણ સિઝન ૨૦ર૪-રપ ની શુભ શરૂઆત તા. ૦૭/૧૧/૨૦૨૪ ના રોજથી મહુવા સુગર ફેકટરી તથા સુમુલ ડેરીના પ્રમુખ માનસિંહભાઈ પટેલ તથા એમના ધર્મપત્નિના વરદ હસ્તે પૂજા અર્ચના વિધિથી કરવામાં આવી હતી.
આ શુભ પ્રસંગે સંસ્થાના ઉપપ્રમુખ બળવંતરાય પટેલ, ડીરેક્ટરશ્રીઓ મુકુંદભાઈ પટેલ, તરૂણભાઈ પટેલ, રાકેશભાઈ પટેલ, હિમાંશુભાઈ પટેલ, તુષારભાઈ પટેલ, બળવંતભાઈ આહીર, વિપુલભાઈ પટેલ, સુનીલભાઈ પરમાર, નિકુંજભાઈ ઠાકોર, આનંદભાઈ ચૌધરી, અમીષાબેન પટેલ, સવિતાબેન પટેલ તથા સુરત ડી.કો.ઓપ.બૅકના ડીરેક્ટરશ્રી બાલુભાઈ પટેલ, માજી ડીરેક્ટરશ્રીઓ, ખેડુત મંડળના પ્રતિનિધિઓ સહિત અન્ય સહકારી પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહી સંસ્થાની ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભકામના પાઠવી હતી. તેમજ સંસ્થાના મેનેજીંગ ડીરેક્ટરશ્રી ભાનેશભાઈ બી. પટેલ તથા સંસ્થાના અધિકારીઓ, કામદાર-કર્મચારીઓ, સભાસદશ્રીઓ તથા આમંત્રિત મહેમાનો વિગેરે ઉપસ્થિત રહયા હતા.
અત્રે ઉલ્લેખનીય બાબત પ્રસંગે એ છે કે પિલાણ સિઝન ૨૦૨૪-૨૫ માં ૭.૦૦ લાખ ટન સુધીનો શેરડી પિલાણ કરવાનો લક્ષ્યાંક છે.





