Traffic Tail

ગુણસવેલ થી એક લાખથી વધુ કિંમતના ટ્રેકટરના સાધનો તસ્કરો ઉઠાવી ગયા

SHARE:

મહુવા તાલુકાના બામણીયા ના રહીશ ની ગુણસવેલ ખાતે આવેલ જમીનમાંથી અંદાજિત એક લાખ થી વધુ રૂપિયાના ટ્રેકટર ના સાધનો તસ્કરો ઉઠાવી જતા લેખિત અરજી કરી છે.
મહુવા તાલુકામાં તસ્કરો બેફામ બન્યા છે એક પછી એક ચોરી કરીને મહુવા પોલીસ ને પડકાર ફેંકી રહ્યા છે.ત્યારે બામણીયા ના વિપુલભાઈ ડાહ્યા પટેલ કે જેમની પિતાશ્રીની માલિકીની જમીન કે જે ગુણસવેલ માં આવેલ છે.ત્યાં રાખવામાં આવેલ ટ્રેકટરના સાધનો જેવા કે રોટરી, બકેટ સહિતના સાધનો રાત્રીના સમયે તસ્કરો ઉઠાવી ગયા છે.અંદાજિત એક લાખ રૂપિયાથી વધુ સમાન ની ચોરી થતા જમીન માલિક દ્વારા મહુવા પોલીસે અરજી કરતા મહુવા પોલીસ એ તપાસ હાથ ધરી છે.-ગુણસવેલ થી એક લાખથી વધુ કિંમતના ટ્રેકટરના સાધનો તસ્કરો ઉઠાવી ગયા

 

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!