મહુવા તાલુકાના મહુવા ટાઉનમાં મહુવા વિભાગ કેળવણી મંડળ સંચાલિત માલિબા ભવન તેમજ આર.જી.ભક્ત પ્રાથમિક શાળામાં રક્ષા બંધન પર્વની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી.
સૌ પ્રથમ બાળકોએ દેશ દુનિયામાં ભારત નું નામ રોશન થઈ ચૂક્યું છે તેમજ ભારત દેશની જે સિદ્ધિ છે એવા ચંદ્રયાન 3 અને દુનિયા માં ડંકો વગાડી ચૂકેલા ઇસરોની તસવીર સ્વરૂપે ઉભા રહી ચન્દ્રયાન અને ઇસરો નો આકાર બનાવી રક્ષા બંધન કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી હતી.બાળકો ચન્દ્રયાન અને ઇસરોના આકરામાં ઉભા રહી રક્ષા બંધન કાર્યક્રમની ઉજવણી હાલ તો તાલુકામાં ખુબ જ ચર્ચા માં રહી છે.




