Traffic Tail

મહુવા તાલુકામાં 4 લોકોની સાથે 1.33 લાખની ઓનલાઈન ઠગાઈ

SHARE:

પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના વિવિધ ચાર ગામોમાં જુદા જુદા ચાર વ્યક્તિઓ સાથે નાની મોટી રકમો મળી કુલ રૂપિયા 1,33,246/- ની રકમની ઓનલાઇન છેતરપિંડીની ફરિયાદો દાખલ થવા પામી હતી.મહુવા તાલુકાના અનાવલ ગામે મદીના પાર્ક સોસાયટીમાં રહેતા જાફર હુસેન તાજુમિયા શેખ કટલરીનો વેપાર કરે છે.તેમની એ ટુ ઝેડ ગિફ્ટ નામની facebook આઇ.ડી ઉપર ગિફ્ટ આર્ટીકલના વેચાણની વિગતો આવતા તેમને રસ પડતા facebook દ્વારા મોબાઈલ નંબર માગ્યો હતો.બીજા દિવસે સવારે તેમને મો.નં.9799966056 ઉપરથી કોન્ટીટીમાં માલ મળી જશે મુજબ જણાવી આઈટમો પસંદ કરવા જણાવ્યું હતું.મોબાઈલ ઉપર સંપર્ક કરતા વિવિધ આઈટમો ના ફોટા અને ભાવ મોકલાવ્યા હતા.વેપારી જાફર શેખે પોતાને પસંદના માલના ફોટા મોકલતા કુલ 246 નંગ આઈટમોના રૂ.34800 નુ બીલ મોકલાવ્યું હતું. રાજસ્થાનના જયપુરના સ્વર્ણપથ ઉપર માધવ એન્ટરપ્રાઇઝ નામની દુકાનનું બિલ જણાયુ હતું.ડિલિવરીની તારીખ જણાવતા થયેલી વાતચીત મુજબ પે.ટી.એમ દ્વારા રૂપિયા ૧૫ હજાર અને whatsapp દ્વારા કોરો કેન્સલ ચેક મોકલાવી ટ્રાન્સપોર્ટની એલ આર રસીદ મંગાવી હતી.કરેલી તપાસ દરમિયાન રસિદ ખોટી નીકળતા પોતે છેતરાયા હોવાનું જાણી સાઇબર ક્રાઇમ પોલીસ મથક અને મહુવા પોલીસમાં 15,000/- ની ઓનલાઈન છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ હતી.
અન્ય એક બનાવમાં મહુવા તાલુકાના નળધરા ગામે કુપાવાડી ફળિયામાં રહેતા જગદીશ છનાભાઇ ભૈયાએ amazon એપ્લિકેશન દ્વારા ગીઝર ખરીદીનું મેનુ જોયું હતું.ઓર્ડર નોંધાવી પોતાના ક્રેડિટ કાર્ડમાંથી રૂ.2690/- નુ ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું. ત્રણ દિવસે ગીઝરની ડિલિવરી મળતા ચાલુ કરવાની કોશિશ દરમિયાન ગીઝરમાં પાવર સપ્લાય થતો ન હતો મુજબ જણાયું હતું.ફરિયાદ કરતા ગીઝર પાછું લઈ ગયા.અને તેમને પૈસા પરત કરવાના નામે જે લિંક મોકલી છે.તેના પર ક્લિક કરી માહિતી આપજો મુજબ જણાવ્યું હતું.માહિતી મુજબ કાર્ડ નંબર નાખતા તેમનો મોબાઇલ હેક થયો અને ટુકડે ટુકડે રૂ.82615/- ઉપડી ગયા હતા. તેમણે ફોન કરતા સામેથી ફોન કોઈએ ઉપાડ્યો નહીં.જેથી પોતે છેતરાયા હોવાનું સમજી ફરિયાદ દાખલ કરી હતી.
વધુ એક બનાવ મુજબ મહુવા તાલુકાના બામણીયા ગામના ઝરી ફળિયામાં રહેતા અને એસી ટેકનિશિયન તરીકે નોકરી કરતા જીગ્નેશ રમેશભાઈ વહીયા એ પોતાના facebook ઉપર માર્કેટ પ્લેસ નામની ઓનલાઇન ખરીદીનું ઓપ્શન જોતા કાજુ બદામ નું મેનુ પસંદ કરતા સામેથી મો ન.6003618692 ઉપરથી રૂપિયા 200 નું ટ્રાન્જેક્શન કરવાનું જણાવ્યું હતું. આ પૈસા પાછા મોકલવાના બહાને રૂપિયા 199 પોતે કહે તે રીતે મોકલવા જણાવી પૈસા પાછા મળી જશે મુજબ જણાવતા ટુકડે ટુકડે મળી કુલ રૂપિયા 3390/- ઓનલાઇન મોકલાવ્યા હતા. ત્યારબાદ ફોન કરતા સામે છેડેથી કોઈએ ફોન ના ઉપાડતા પોતે છેતરાયો હોવાનું જાણી ફરિયાદ દાખલ કરાઈ હતી.
અન્ય બનાવમાં મહુવા તાલુકાના હળદવા ગામે કણબી વાડમાં રહેતા ધર્મેશ જગદીશભાઈ ધંધુકી ને બજાજ ફાઇનાન્સ માંથી હિન્દીમાં વાતચીત કરતો ફોન આવ્યો હતો.લોન પાસ થઈ ગઈ છે મુજબ જણાવી રૂપિયા 2550/- કરવા માટે અન્ય એક નંબર મોકલી તેના પર ફોન પે દ્વારા પૈસા મોકલવા જણાવ્યું હતું. ત્યારબાદ જી.એસ.ટી પેટે રૂપિયા 9,690/- ભરાવ્યા હતા. ત્યારબાદ ફોન ના ઉપાડતા પોતાની સાથે રૂપિયા 12,240/- ની ઓનલાઇન છેતરપિંડી હોવાનું સમજી ફરિયાદ દાખલ કરાવી હતી. મહુવા તાલુકામાં જુદા જુદા ગામોમાં કુલ ચાર વ્યક્તિઓ સાથે ઓનલાઇન છેતરપિંડીની જુદી જુદી ચાર ફરિયાદો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!