નવરાત્રીમાં એવું તો શું થયું કે આખું પૂના ગામ ફફડી ઉઠ્યું? જુઓ ૬ ફૂટ લાંબા ખૌફનાક અજગરનું રેસ્ક્યુ!

SHARE:

પુના ગામે આશરે ૬ ફૂટ લાંબા વિશાળકાય અજગરનું દિલધડક રેસ્ક્યુ: સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો


​અંબિકા: ચોમાસામાં વરસાદે વિરામ લેતા જ જંગલ વિસ્તારમાંથી સરિસૃપ પ્રાણીઓ શિકારની શોધમાં માનવ વસ્તી તરફ આવવાના બનાવો વધી રહ્યા છે. તેવા સમયે અંબિકા તાલુકાના પુના ગામના આશ્રમ ફળિયા ખાતે આવેલ જીતેન્દ્રભાઈ કેશવભાઈ પટેલના ઘરની પાછળ એક વિશાળકાય અજગર નજરે પડતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી સાથે ભયનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. ઘર પાછળ આવેલા એક ઝાડ પર આશરે ૫ થી ૬ ફૂટ લાંબો અજગર આરામથી બેસીને શિકારની શોધમાં હતો. માનવ વસ્તીની એકદમ નજીક ખુલ્લામાં આટલો મોટો અજગર જોઈને સ્થાનિક રહીશો ભયભીત થઈ ગયા હતા. બનાવ અંગે તાત્કાલિક સ્થાનિક રેસ્ક્યુ ટીમને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોઈ રેસ્ક્યુ ટીમ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ દિલધડક કામગીરી કરીને ઝાડ પરથી અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. અજગરને સુરક્ષિત રીતે પકડી લેવાતા જ સ્થાનિકો ભયમુક્ત થયા હતા અને રાહતનો શ્વાસ લીધો હતો. આ કામગીરી બાદ રેસ્ક્યુ ટીમ દ્વારા અજગરને તેના કુદરતી આવાસ એવા ઊંડા જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!