ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે મહુવા અને અંબિકા તાલુકામાં વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું

SHARE:

ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે મહુવા અને અંબિકા તાલુકામાં વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું
——-
રૂ.૧૬ કરોડથી વધુના ખર્ચે મહુવા અને અંબિકાના કુકણા, ડુંગરી, વાંસકુઈ, ઉમરા, કુમકોતર, લસણપુર, ગાંગડીયા અને વહેવલ સહિતના વિસ્તારોમાં કુલ ૨૧ જેટલા રોડ-રસ્તાના કામોની ભેટ
——-
 સુરત:- ગ્રામીણ વિસ્તારોના સર્વાંગી વિકાસને વેગ આપવાના ઉદ્દેશથી ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે મહુવા અને અંબિકા તાલુકા મળી અંદાજીત રૂ.૧૬ કરોડથી વધુના ખર્ચે વિવિધ રસ્તાના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું. જેમાં મહુવા અને અંબિકા તાલુકાના કુકણા, ડુંગરી, વાંસકુઈ, ઉમરા, કુમકોતર, લસણપુર, ગાંગડીયા અને વહેવલ સહિતના વિસ્તારોના ૨૧ જેટલા રોડ રસ્તાઓના કાર્યોનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, આ વિકાસકીય પ્રોજેક્ટ્સથી સ્થાનિક ગ્રામીણ રસ્તાઓની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. આ માર્ગો બનવાથી સ્થાનિક ગ્રામજનો, વિદ્યાર્થીઓ તેમજ ખેડૂતોને પોતાના દૈનિક પરિવહનમાં ખૂબ જ સરળતા રહેશે અને વિસ્તારના આર્થિક તથા સામાજિક વિકાસને પણ બળ મળશે.
આ પ્રસંગે અંબિકા તા.પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, મહુવા તા.પંચાયત પ્રમુખશ્રી દેવેન્દ્રભાઈ પટેલ તેમજ સુરત જિ.પંચાયત સદસ્ય શ્રી હર્ષદભાઈ પટેલ, શ્રીમતી હિનાબેન પટેલ, શ્રીમતી રમિલાબેન પટેલ અને શ્રી હેમંતભાઈ પટેલ સહિતના સ્થાનિક પદાધિકારીઓ અને આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!