મહુવા-અંબિકા તાલુકામાં ‘ગણપતિ બાપ્પા મોરયા’ના નાદ સાથે ગણેશ વિસર્જન

SHARE:

મહુવા-અંબિકા તાલુકામાં ‘ગણપતિ બાપ્પા મોરયા’ના નાદ સાથે ગણેશ વિસર્જન
કાવેરી નદી સહિત લોકમાતા અંબિકામાં ભક્તિભાવપૂર્વક પ્રતિમાઓનું વિસર્જન કરાયું, પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો
અનાવલ: મહુવા અને અંબિકા તાલુકામાં પાંચ દિવસ સુધી ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કર્યા બાદ ગણેશજીની પ્રતિમાઓનું શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. ‘ગણપતિ બાપ્પા મોરયા’ના નાદ સાથે ગણેશ મંડળો અને પરિવારો દ્વારા સંગીતના તાલે નાચતા-ગાતા તેમજ ગુલાલની છોળો ઉડાવતા ગણેશજીની વિસર્જનયાત્રા કાઢવામાં આવી હતી.
મહુવા અને અંબિકા તાલુકાના અનાવલ, કોષ, લશનપોર, ગાંગડીયા સહિતના ગામોમાં સ્થાપિત ગણેશજીની પ્રતિમાઓની ભક્તિભાવપૂર્વક વિસર્જનયાત્રા યોજાઈ હતી. પાંચ દિવસ સુધી ગણેશજીની પૂજા-અર્ચના કર્યા બાદ વિસર્જન સમયે ભક્તો ભાવુક બન્યા હતા.
અનાવલ ખાતે ગણેશજીની પ્રતિમાઓનું કાવેરી નદીમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે વિસર્જન કરવામાં આવ્યું હતું. બીજી તરફ ઉમરા અને હળદવા ગામમાં સ્થાપિત ગણેશજીની પ્રતિમાઓનું રંગેચંગે લોકમાતા અંબિકા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. ભક્તોએ ‘ગણપતિ બાપ્પા મોરયા’ના નાદ સાથે બાપ્પાને ભાવભીની વિદાય આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!