પરમ જ્યોત સનાતન માનવધર્મનો સંદેશ: પૂજ્ય મહેશબાપુએ દર્શાવ્યો માનવસેવા અને સદભાવનાનો સન્મય માર્ગ
માનવધર્મને સર્વોપરી ગણાવી સમાજમાં પ્રેમ, એકતા અને ભાઈચારો કેળવવા આપ્યું પ્રેરણાદાયી આહ્વાન

પૂજ્ય મહેશબાપુના પાવન માર્ગદર્શન હેઠળ ‘પરમ જ્યોત સનાતન માનવધર્મ’નો દિવ્ય સંદેશ જન-જન સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. સનાતન પરંપરાના મૂળભૂત મૂલ્યોને ઉજાગર કરતા પૂજ્ય બાપુએ માનવધર્મને જ સર્વોપરી ગણાવ્યો છે અને સમાજમાં પ્રેમ, ભાઈચારો, પવિત્રતા અને સદભાવનાની ભાવના વધુ મજબૂત બને તેવા મૌલિક વિચારો રજૂ કર્યા છે.
પોતાના પ્રેરણાદાયી સંદેશમાં પૂજ્ય મહેશબાપુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં માનવમાત્રમાં એકતા અને પરસ્પર સહકારની ભાવના અત્યંત જરૂરી છે. તેમણે સૌને સન્માર્ગે ચાલીને, સદવિચારો અપનાવી સમાજના ઉત્થાન અને કલ્યાણમાં પત-પોતાનું યોગદાન આપવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. માનવસેવા એ જ સાચી પ્રભુસેવા છે તે ભાવના સાથે પરમ જ્યોત સનાતન માનવધર્મનો આ સંદેશ સમાજમાં નવચેતનાનો સંચાર કરી રહ્યો છે.



