વલવાડા પ્રાથમિક શાળા ખાતે સ્વ. રાજીવ ગાંધીની જન્મજયંતિ ઉજવાઈ:
વૃક્ષારોપણ અને સ્વ.ઈચ્છુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
વલવાડા (તા. અંબિકા, જી. સુરત):સુરત જિલ્લાના અંબિકા તાલુકા સ્થિત મુખ્ય પ્રાથમિક શાળા વલવાડા ખાતે તારીખ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.”ચોખ્ખા વિચારો,આધુનિક દ્રષ્ટિ અને યુવા શક્તિ પર વિશ્વાસ રાખનાર દુરંદેશી નેતા” સ્વ. રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે શાળા કેમ્પસમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાના બાળકો,શિક્ષકો, કૉંગ્રેસના હોદ્દેદારો અને ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ છોડવાનું રોપણ કર્યું હતું.આ સાથે જ,માજી તાલુકા કૉંગ્રેસ પ્રમુખ તથા સમર્પિત કૉંગ્રેસ કાર્યકર સ્વ. ઈચ્છુભાઈ બાબરભાઈ પટેલ ના સ્મરણાર્થે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત સૌ આગેવાનો અને કાર્યકરોએ સ્વ.ઈચ્છુભાઈ પટેલની સંગઠન પ્રત્યેની સેવાઓને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
આ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં એ.આઈ.સી.સી. (AICC) મેમ્બરો,મહુવા અને અંબિકા તાલુકા કૉંગ્રેસ પ્રમુખો,વિવિધ સંગઠનોના આગેવાનો,કૉંગ્રેસના કાર્યકરો તેમજ સ્થાનિક ગ્રામજનોએ વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી.કાર્યક્રમને સફળ બનાવવા બદલ અને ઉપસ્થિત રહેવા બદલ ઉત્તમભાઈ મકનભાઈ પટેલ (કાર્યકારી પ્રમુખ, અંબિકા તાલુકા કૉંગ્રેસ સમિતિ) અને હર્ષદભાઈ પટેલ (પ્રમુખ, મહુવા તાલુકા કૉંગ્રેસ સમિતિ) દ્વારા ઉપસ્થિત સૌ હોદ્દેદારો, કાર્યકરો અને ગ્રામજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.



